Abtak Media Google News

વર્ષ 2021 માં ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા, જે દરેક માટે ગર્વની વાત છે. આઝાદીની ચળવળ, ભારતની ઐતિહાસિક સભ્યતા અને સંસ્કૃતિ વિશે આજની યુવા પેઢી તથા દેશના નાગરિકોમાં જાગૃતતા ફેલાય થાય તેવા ઉમદા આશયથી ભારત સરકાર દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષે એટલે કે 2021 થી આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યુ. આ ઉજવણીની શરૂઆત દેશના  વડાપ્રઘાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા 12 માર્ચ 2021ના રોજ દાંડી યાત્રાથી કરવામાં આવેલ છે.

Img 20220801 170441

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લક્ષ્મણ ટાઉનશીપમાં આઝાદીની થીમ આધારિત પતંગોત્સવ યોજાયો 

આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી 75 અઠવાડીયા સુધી કરવામાં આવનાર છે. આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા   પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ શ્રી લક્ષ્મણ ટાઉનશીપ માં આઝાદીની થીમ આધારિત પતંગોત્સવનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં આવાસ યોજનાના લાભાર્થીઓને પતંગ અને ફીરકીઓ આપવામાં આવેલ હતુ. લાભાર્થીઓ દ્વારા આ પતંગોત્સવમાં ઉત્સાહપૂર્ણ ભાગ લઈને આ આયોજન ને સફળ બનાવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.