Abtak Media Google News

જગતનું કલ્યાણ કરનારા પાર્વતીપતિનો મહિમા અપરંપાર

શ્રુતિ કહે છે કે, સૃષ્ટિની   ન સત્ હતુ, ન અસત,  કેવળ શિવ  હતા સૃષ્ટિના  આદિકાળમાં  જયારે ફકત અંધકાર જ હતો ન દિવસ હતો ન રાત, ન સત્ (કારણ) ન અસત (કાર્ય)  ત્યારે ફકત એક નિર્વિકાર શિવ જ વિદ્યમાન હતા. એતાઅતરોપનિષદમાં ‘બ્રહ્મ’ના સંદર્ભમાં એક સવાલ કરવામાં આવ્યો છે કે, જગતનું  કારણ બ્રહ્મ છે, તો આબ્રહ્મ કોર છે? શ્રુતિ  એનો સરસ જવાબ આપે છે. એકો હી સુદ્ર સ….શિવ… આનાથી સહે જે સાબિત થાય છે કે, સૃષ્ટિના સર્જનથી પૂર્વે જે  વસ્તુ હતી અને જે   જગતનું મૂળ કારણ  છે તેબ્રહ્મ છે. અત: બ્રહ્મ એજ શિવ છે. એ  સહેજે સમજાય એવું છે.

Advertisement

આમ જગતની ઉત્પતિ, સ્થિતિ અને લયના કારણ બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્રથી પણ શ્રેષ્ઠ ઈન્દ્રાદિ દેવતાઓનાં પણ દેવતા જગત પિતા, દેવાધિદેવ   ભૂત-ભાવન ભગવાન ભોળાનાથ સદાશિવ છે. શિવ શબ્દ  નિત્ય  આનંદ  દાયક, શાંતિપ્રદ છે. જેને  સહુ ચાહે છે  તે શિવ છે. સર્વે અખંડ આનંદ અને શાંતિને ચાહે છે. અત:  શિવ  અખંડ આનંદના અને શાંતિના  દાતા છે. સુ મંગલમ્ તસ્ય ગ્રહે  વિરાજતે   શિવેતિ વણભૂવિ યોહિ ભાષતો અર્થાત:  જે શિવ શબ્દો ઉચ્ચારણ કરે છે એના ઘરમાં શિવ સદા મંગલ કરે છે. આથી શિવ મંગલદાતા પણ છે.દર્શન  શાસ્ત્ર પણ બહુ સુંદર કથન કરે છે.  સત્યમ, શિવમ્, સુંદરમ્, અર્થાત ઈશ્ર્વર  સત્ય છે. સત્ય જ શિવ છે. શિવ જ સુંદર છે. શિવપુરાણનું કથન છે.  શિવ પ્રકૃતિ અને પુરૂષથી પર છે.મનુસ્મૃતિ એને સ્વયંમભૂ કહે છે.

આ  સ્વયમભૂ  સદાશિવ પોતાની ઈચ્છાશકિતથી સૃષ્ટિની રચના કરે છે. શિવની આ શકિત બે સ્વરૂપમાં  કાર્ય કરે છે.1. મૂળ પ્રકૃતિ, 2. દૈવી પ્રકૃતિ, ગીતામા મૂળ પ્રકૃતિને   અપરા પ્રકૃતિ કહી છે જેના વડે પંચ-મહાભૂત આદિ દ્રશ્ય પદાર્થોની ઉત્પતિ થઈ. જયારે પરા પ્રકૃતી દૈવી-પ્રકૃતિ, ચૈતન્ય શકિત છે. જે આ અપરા પ્રકૃતિને નામ-રૂપમાં પરિવર્તિત કરે છે અપરા પ્રકૃતિને  અવિદ્યા અને પરા પ્રકૃતિને વિધા કહેવાય છે. આ પરા પ્રકૃતિને    પુરૂષ પણ કહેવાય છે. આ બંને  પ્રકૃતિના   પ્રેરક ભગવાન પશુપતિનાથ શિવ છે.

સગુણ અર્થાત માયાથી સંવલિત બ્રહ્મ જેની  સંજ્ઞા છે.એવા શિવની ઈચ્છા અનુસાર  ગુણોનાં ક્ષોભથી રજોગુણથી બ્રહ્મા સતોગુણથી વિષ્ણુ અને તમો ગુણથી સુદ્ર ઉત્પન્ન  થયા આ  ત્રણ જગતના કારણ રૂપ ત્રિદેવ    શિવ દ્વારા   નિયુકત  સર્જન પાલન અને લયના કતા બન્યા આ  ત્રણે દેવોમાં પરસ્પર કોઈ ભેદ નથી.

શિવપુરાણ અનસાર શિવજીના  જમણા અંગમાંથી બ્રહ્મા અને   ડાબા અંગમાંથી  વિષ્ણુ તથા હૃદયમાંથી  રૂદ્ર   પ્રગટ થયા  અત: આનાથી સાબિત થાય છે કે, ત્રિદેવમાં એક રૂદ્ર છે. આ સહુના અલગ અલગ   ગુણ કર્મને લઈ 11 નામ આપવામા આવ્યા છે.  (આ ્રેકાદશ રૂદ્રમાં  હનુમાનજીનો પણ  સમાવેશ થાય છે. યોગની ભાષામાં આ અગિયાર  રૂદ્ર ને અલગ રીતે જોવામાં આવે છે

સદાશિવ દ્વારા જે ચૈતન્ય શકિત ઉત્પન્ન  થઈ અને એના  દ્વારા જે  ચિન્મય આદિ પુરૂષ થયા તેજ યથાર્થ  રૂપમાં  શિવના લિંગ છે. કારણ કે  એનાથી જ ચરાચર જગતની ઉત્પત્તિ થઈ આજ સર્વેના લિંગ અથવા કારણ છે અને આનાથી જ લય થશે શિવપુરાણમાં કહ્યુંં છે કે,  સમસ્ત લિંગ પીઠ (આધાર) અર્થાત પ્રકૃતિ પાર્વતી અને લિંગને  ચિન્મય  પુરૂષ સમજવું જોઈએ. આ બંનેના સંયોગથી સૃષ્ટિનું સર્જન થયું. શિવપુરાણમાં ભગવાન શિવનું કથન છે, જે લિંગ (મહા ચૈતન્ય) ને સંસારનું મુળ તકસાષરઉંણ અને આ કારણ જગતને લિંગ-મય  (ચૈતન્ય મય) સમજી શિવલિંગની પૂજા કરે છે. તે યથાર્થ   રૂપમાં મારી પૂજા કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.