Abtak Media Google News

ભારત 2002 માન્ચેસ્ટરમાં 69 મેડલ, 2010માં દિલ્હીમાં 101, 2013 ગ્લાસોમાં 64 અને 2018 ગોલ્ડકોસ્ટ ખાતે 66 મેડલ જીત્યું હતું: જો કે આ વખતે શૂટર્સની ગેરહાજરીને ધ્યાનમાં લેવામાં આવે તો ભારતનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું

કોમનવેલ્થ ગેમ્સના છેલ્લા દિવસે 11માં દિવસે ભારતે બેડમિન્ટનમાં ત્રણ ગોલ્ડ જીત્યા છે. એક ગોલ્ડ ટેબલ ટેનિસમાં મળ્યો છે. તેની સાથે જ ભારતને હવે 22 ગોલ્ડ સહિત 61 મેડલ મળ્યા છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે. ભારતે આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં સૌપ્રથમ વેટલિફ્ટિંગમાં મેડલ મેળવી ખાતું ખોલાવ્યું હતું. 2018ના કોમનવેલ્થની તુલનામાં વાત કરવામાં આવે તો કોમનવેલ્થમાં મેડલ ટેલી ઘટી પરંતુ આ વખતે ક્વોલિટી વેલ્થ વધી ગઈ છે જે તમામ ખેલાડીઓમાં નજર આવતું હતું. અગાઉ ભારતે 2002 માન્ચેસ્ટરમાં 69 મેડલ, 2010માં દિલ્હીમાં 101, 2013 ગ્લાસોમાં 64 અને 2018 ગોલ્ડકોસ્ટ ખાતે 66 મેડલ જીત્યા હતા.

Commonwealth Games 2022 Opening Ceremony Live Streaming: Date, Time, All You Need To Know

બર્મિંઘમમાં સોમવારે કોમનવેલ્થ ગેમ્સ-2022નું સમાપન થયું જેમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન લાજવાબ રહ્યું. સોમવારે ગેમ્સના અંતિમ દિવસે ભારતના શટલર્સ અને પેડલર્સે સપાટો બોલાવી દીધો હતો. જેમાં ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ વિમેન્સ સિંગલ્સ, મેન્સ સિંગલ્સ અને મેન્સ ડબલ્સમાં સપાટો બોલાવીને ત્રણેય કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે ટેબલ ટેનિસના દિગ્ગજ શરત કમલે પોતાની ક્લાસ રમતની મદદથી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારત કુલ 61 મેડલ સાથે મેડલ ટેલીમાં ચોથા ક્રમે રહ્યું હતું. ભારતે 22 ગોલ્ડ મેડલ, 16 સિલ્વર મડલ અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

Badminton In Commonwealth Games 2022: Of Sindhu'S Greatness And Lakshya Evolution- The New Indian Express

ભારતીય મેન્સ હોકી ટીમનું પ્રદર્શન ઘણું જ નિરાશાજનક રહ્યું હતું. ગોલ્ડ મેડલના મુકાબલામાં ભારતીય ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા સામે હતો. જોકે, મેચમાં એક પણ સમયે ભારતીય ટીમ પડકાર રજૂ કરી શકી ન હતી. ભારતીય ટીમ એક ગોલ પણ નોંધાવવામાં નિષ્ફળ રહી. જેના કારણે ટીમને 0-7થી પરાજયનો સામનો કરવો પડ્યો અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

શૂટર્સની ગેરહાજરી છતાં ભારતનું શાનદાર પ્રદર્શન

બેડમિન્ટનમાં પીવી સિંધૂ, લક્ષ્ય સેન તથા ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડીની જોડીએ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કર્યું હતું. જ્યારે 40 વર્ષીય શરત કમલે તેના જેવા જ દિગ્ગજ ખેલાડી લિયામ પિચફોર્ડ સામે લાજવાબ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે કુલ 22 ગોલ્ડ મેડલ જીત્યા જે 2018ની તુલનામાં ચાર મેડલ ઓછા છે. જોકે, બર્મિંઘમમાં શૂટિંગની ઈવેન્ટ રાખવામાં આવી ન હતી જેમાં ભારતનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે.

ચાર વર્ષ અગાઉ ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં શૂટર્સે સાત ગોલ્ડ મેડલ જીત્યા હતા. તે ગેમ્સમાં ભારતે કુલ 66 ગોલ્ડ મેડલ જીત્યા હતા. જો શૂટર્સની ગેરહાજરીને ધ્યાનમાં લેવામાં આવે તો ભારતનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.

પીવી સિંધૂ અને લક્ષ્ય સેને પ્રથમ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા

Cwg 2022 Womens Singles Badminton Live Score Pv Sindhu Beats Michelle Li To Win Gold Medal - પીવી સિંધૂને ગોલ્ડ મેડલ – News18 Gujarati

ભારતની સ્ટાર શટલર પીવી સિંધૂએ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પીવી સિંધૂનો આ પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ છે. વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં તેણે કેનેડાની મિચેલ લિને 21-15, 21-13થી પરાજય આપ્યો હતો. આ સાથે સિંધૂ સાઈના નેહવાલ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની બીજી મહિલા બેડમિન્ટન ખેલાડી બની હતી. સિંધૂના ગોલ્ડ મેડલ બાદ ભારતના યુવાન સ્ટાર શટલર લક્ષ્ય સેને પણ દેશને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. મેન્સ સિંગલ્સમાં લક્ષ્યનો સામનો મલેશિયાના ઝે યંગ સામે હતો. લક્ષ્યએ પ્રથમ ગેમ ગુમાવી દીધી હતી પરંતુ બાદમાં વળતો પ્રહાર કરતાં તેણે 19-21, 21-9, 21-16થી વિજય નોંધાવીને કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. લક્ષ્ય સેન પ્રકાશ પાદુકોણ, સૈયદ મોદી અને પારુપલ્લી કશ્યપ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારો ચોથો ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બન્યો છે.

મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા ટોચ પર, યજમાન ઈંગ્લેન્ડ બીજા ક્રમે

કોમનવેલ્થ ગેમ્સ-2022માં ઓસ્ટ્રેલિયા ટોચ પર રહ્યું. ઓસ્ટ્રેલિયાએ 67 ગોલ્ડ, 57 સિલ્વર તથા 54 બ્રોન્ઝ સહિત કુલ 178 મેડલ જીત્યા. જ્યારે યજમાન ઈંગ્લેન્ડ 57 ગોલ્ડ, 66 સિલ્વર અને 53 બ્રોન્ઝ સહિત કુલ 176 મેડલ સાથે બીજા ક્રમે રહ્યું. ત્રીજા ક્રમે રહેલા કેનેડાએ કુલ 92 મેડલ જીત્યા જેમાં 26 ગોલ્ડ, 32 સિલ્વર અને 34 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સહિત કુલ 61 મેડલ સાથે ચોથા સ્થાને રહ્યું. ટોપ-5માં અંતિમ દેશ ન્યૂઝીલેન્ડનો રહ્યો જેણે 20 ગોલ્ડ, 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ સહિત 40 મેડલ જીત્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.