Abtak Media Google News

લાલ ભીંડી ખાવાથી આંખના નંબર દૂર થાય છે, હૃદય રોગનો હુમલો આવતા અટકાવે છે

અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ

ભારત કૃષિ પ્રધાન દેશ છે જ્યા ખેડૂતો વિવિધ પાક ઉગાડી લોકો સુઘી ન્યૂટ્રિશનથી ભરેલી શાકભાજી કઠોળ પહોંચતા કરે છે.ત્યારે હાલના સમયમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે.જેથી કરી જે પણ પાક તેઓ લે તેમાં પેસ્ટિસાઈડસ્ડનો ઉપયોગ ન કરવો પડે અને જે લોકો તે શાકભાજી કે અનાજ આરોગે તેને કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય સ્વાસ્થ્ય પણ શારૂ રહે.

ગોંડલ પંથક ના જીજ્ઞાસુ ખેડૂતે પોતાના ખેતરમાં એક નવતર પ્રયોગ કરી લાલ ભીંડાની ખેતી કરી છે.આ અનોખા લાલ ભીંડા ની ખેતી કરી ખેડૂતચર્ચાનો વિષય બન્યા છે.ગોંડલના ઘોઘાવદર ગામના આ ખેડૂત લાલ ભીંડા નું મોટા પ્રમાણમાં ઉત્પાદન  પણ મેળવી રહ્યા છે. એટલું જ નહીં તેઓએ પોતાના ખેતરમાંકાંટાવાળા રીંગણાનું પણ વાવેતર કર્યું છે

Img 20220808 Wa0383

હર હંમેશ કંઈક નવું કરવાની જિજ્ઞાસા રાખતા ઘોઘા દર ના વિપુલભાઈ પોકર નામના ખેડૂતને માહિતી મળી હતી કે, ખેતરમાં લીલો નહીં પરંતુ લાલ ભીંડાનું ઉત્પાદન પણ મેળવી શકાય છે. આ માહિતી મળતા જ આ તેઓએ વિવિધ જગ્યાએથી માહિતી એકત્ર કરી અને સ્પેશિયલ બહારના રાજ્યમાંથી લાલ ભીંડાનું બિયારણ મંગાવ્યું હતું. તેના માટેની જરૂરી પ્રક્રિયા પણ પોતાના ખેતરમાં કરી અને હાલ ભીંડાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ વાતની જાણ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને થતા લોકો પણ આ અનોખા ભીંડાને જોવા અને માહિતી લેવા વિપુલભાઈના ખેતરે આવવા લાગ્યા છે. આ ભીંડો ખરીદનાર લોકો જણાવે છે કે, લીલા ભીંડા કરતા આ લાલ ભીંડો સ્વાદમાં મીઠો હોય છે અને તેના શાકનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ છે.આંખ ના નંબર ઉતારે છે.તથા હદય માટે ફાયદાકારક છે.આથી તેઓ અહીં અવારનવાર લાલ ભીંડો ખરીદવા આવે છે..

અનોખા ખેત પાકોનું ઉત્પાદન

વિપુલભાઈ આઠ ધોરણ સુધી ભણેલા છે. આ ખેડૂત ભીંડા ઉપરાંત સીતાફળ, દુધી સહિતના અનોખા ખેત પાકોનું ઉત્પાદન મેળવે છે. પોતાના ખેતરમાં આ અનોખું ઉત્પાદન લેવા માટે કોઈ જ જંતુનાશક દવાનો ઉપયોગ કરી રહ્યા નથી. તેઓ સંપૂર્ણ ગાય ના ગોબર આધારિત ખેતી કરી રહ્યા છે. તેઓને પોતાના ખેતરમાં તૈયાર થતા ખેતીના પાકને બજાર સુધી વેચવા પણ જવું પડતું નથી. તેમણે પોતાના ખેતરમાં જ આ વેચાણ વ્યવસ્થા કરી છે. દૂર દૂરથી લોકો તેમને ત્યાં આ અવનવા ખેત પાકો ખરીદવા આવે છે.

સોશિયલ મીડિયાનો સહારો

વિપુલભાઈએ જણાવ્યું હતું કે, તેમના પપૈયાની ડિમાન્ડ એટલી છે કે લોકો પપૈયા લેવા વેઈટિંગમાં હોય છે. ગોંડલ પંથકના લોકો પપૈયા પાકે તે પહેલા જ પોતાનું નામ અને નંબર લખાવી જાય છે. જ્યારે પપૈયાનો પાક તૈયાર થાય ત્યારે આ ખેડૂતો દ્વારા જે-તે વ્યક્તિને ફોન કરી જાણ કરવામાં આવે છે. આ ખેડૂતનું કહેવું છે કે પોતે યુટ્યુબની મદદથી અવનવા ખેતપાકોનું રિસર્ચ કરે છે અને તેની માહિતી મેળવી તે પ્રમાણે ખેતી કરી છે. આ ઉપરાંત આ ખેડૂતે વેચાણ વ્યવસ્થા પણ મોલ જેવી રાખી છે. જેમાં લોકો જાતે ખેતરમાં જઈને પોતાની જરૂરી શાકભાજી લઈ લે છે અને ખેતરના ગેટ પાસે જે-તે વસ્તુ તોલીને ત્યાં પૈસા પણ આપી દે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.