Abtak Media Google News

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાએ તાજેતરમાં  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી  સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  ગુજરાત તથા ભારતમાં ગૌ સેવા વિષયક અને રાજકીય , સામાજિક અને પર્યાવરણ ક્ષેત્રોના અનેકવિધ વિષયો પર ચર્ચા કરી હતી.

ગુજરાત તથા દેશનાંઅન્ય રાજ્યોમાં ગૌ આધારિત અર્થતંત્રનો વિકાસ થાય તે અંગે માહિતીની આપ લે કરી હતી અને પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદી  પાસેથી આ અંગે માર્ગદર્શન પણ મેળવ્યું હતું.મુલાકાત દરમ્યાન ડો વલ્લભભાઈ કથીરિયા એ કહ્યું કે આવનારા દિવસોમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના કેન્દ્રમાં ભારતીય ગાય હશે ,જમીનની ઘટતી જતી ક્ષમતા અંગે કહ્યું કે જમીન સુધારવાની શક્તિ અને ક્ષમતા માત્ર દેશી ગાયના ગોબરમાં છે.

અન્નની વૈશ્વિક સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે આપણું દેશી ગાયનું છાણ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પણ પોતાના પૂર્વ વક્તવ્યમાં કહ્યું છે કે, આપણે જમીનને ઘણા ઝેરના ઈન્જેક્શન આપ્યા છે. હવે આ જમીનને તેની પસંદગીની વસ્તુઓ ખવડાવો અને તે માત્ર ગાયનું ગોબર અને ગૌમૂત્ર જ છે.ગૌ આધારિત ખેતી માત્ર આવક માટે જ નહીં પરંતુ વિશ્વની ખાદ્ય સુરક્ષા અને સમાજને સ્વસ્થ રાખવા માટે પણ જરૂરી છે.

ડો. વલ્લભભાઈ કથીરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે સરકાર તેમની તમામ યોજનાઓ અને તમામ કાર્યક્રમોમાં પણ ધીમે ધીમે ગૌ આધારિત ઉદ્યોગોનો સમાવેશ કરી રહી છે તેમજ ઉદ્યોગ સાહસિકોને સાથે લઈને ગૌ આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે નિર્ણાયક દિશામાં પગલાઓ લઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.