Abtak Media Google News

મોરબી જીલ્લામાં જુલાઈ માસથી વરસાદનો પ્રારંભ થયો હતો. જેથી મોરબી જીલ્લામાં આવેલ 10 ડેમમાં નવા નીરની આવક થતા ડેમોની સ્થિતિ આશાસ્પદ જણાઈ રહી છે.

Advertisement

ત્યારે બ્રાહ્મણી -2 ડેમમાં પણ નવા નીરની આવક થતા ડેમનાં ગેટ ગમે ત્યારે ખોલવા પડે તેવી સ્થિતિ સર્જાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમના ફોકલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર રાજકોટ દ્વારા જણાવ્યા અનુસાર, બ્રાહ્મણી ડેમની સપાટી 80 % ભરાઈ જવા પામી છે. અને સતત આવકમાં વધારો થતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવી

શકે છે. જેને લઈ હેઠવાસના નીચાણવાળા 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં સુસવાવ, ટીકર, મીયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, યાડાધારા અને અજીતગઢ ગામના લોકોને નદીના પટમાં અવાર-જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.ત્યારે ઉલ્લેખનીય છે કે, ડેમની જળાશયની ઓવરફ્લો થવાની  44.5 મીટરની સપાટી છે. જેમાં હાલ 42.45 મી. જેટલી સપાટી ભરાઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.