રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને પગલે ગુજરાત તરફ વહેતી નદીઓંમાં ભારે પાણી આવ્યા છે.જેમા મહિસાગર જીલ્લામાથી ગુજરાતમાં પ્રવેશ કરતી મહીનદીનો પણ સમાવેશ થાય છે. મહિસાગર જીલ્લાના કડાણા તાલુકામા આવેલા કડાણા જળાશયમા પણ ભારે આવક થતા તંત્ર દ્વારા પાણી છોડવામા આવ્યુ છે,ડેમમાં અઢી લાખ ક્યુસેક જેટલુ પાણી છોડવામા આવતા મહીસાગર નદી બે કાંઠે જોવા મળી રહી છે. જીલ્લામા આવેલા કડાણાડેમના ઉપરવાસમા પડેલા ભારે વરસાદને પગલે કડાણાડેમના 15 દરવાજા ખોલવામા આવતા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામા આવ્યા છે.
મહિસાગર જીલ્લાના કડાણાડેમના 15 દરવાજા ખોલતા મહિસાગર નદી બે કાંઠે ,
ત્રણ તાલુકાના 106 ગામોને એલર્ટ કરવામા આવ્યા
હાલમાં 2 લાખ 97હજાર ક્યુસેક જેટલુ પાણી મહિસાગર નદીમાં છોડવામા આવ્યુ છે.ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ડેમનુ રુલ લેવલ જાળવા માટે કડાણાડેમ તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવામા આવ્યો છે.હાલમાં મળતી માહીતી અનુસાર 53000 કયુસેક જેટલી પાણીની આવક નોધાવા પામી છે.અને કડાણાડેમની જળસપાટી 415.06 ફુટ પર પહોચી છે.જેમા મહિસાગર જીલ્લામા આવતા કડાણા,લુણાવાડા અને ખાનપુર એમ ત્રણ તાલુકાના 106 ગામોને અસર થતી હોય તેમને એલર્ટ કરવામા આવ્યા છે.તંત્ર દ્વારા અધિકારીઓને પણ સુચના આપી દેવામા આવી છે.
સાથે રાજસ્થાનમા આવેલા મહિબજાજ ડેમમાંથી 1,63,000 ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યુ છે.પાણીની આવક વધતા ડેમમાં ચાર લાખ ક્યુસેક કરવાનુ પણ આયોજન છે.કડાણાડેમના દરવાજા ખોલાતા પાણીનો ધસમસતો પ્રવાહ બે કાંઠે વહેતો જોવા મળી રહ્યો છે.જ્યારે મલેકપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીના તાંતરોલી પુલ પણ હાલ તંત્ર દ્રારા બંધ કરવામાં આવ્યો હતો.જ્યારે પોલીસ કમૅચારીઓ પુલ પર કોઈ અવર-જવર ના કરે તે માટે બેરીકેટ મુકી અને બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.જ્યારે તાતરોલી પુલને અડીને પાણી જતા આજુબાજુના ગામના લોકો મહીનદીનુ પાણી જોવા માટે ઘટના સ્થળે પહોચ્યા હતા.