Abtak Media Google News

મુસ્લિમો રાજા સિંહ વિરુદ્ધ અડધી રાતે રસ્તા પર ઉતર્યા, ‘સર તન સે જુદા’નો સૂત્રોચ્ચાર કર્યા: ફેસબુક ઉશ્કેરણીજનક ટીપ્પણી બદલ પ્રતિબંધ મુકય

તેલંગાણાના ભાજપના નેતા રાજા સિંહની મોહમ્મદ પયગંબર અંગે કથિત અપમાનજનક ટીપ્પણી કરવા બદલ  ધરપકડ કરવામાં આવી હતી. અને   ભાજપે પક્ષમાંથી પણ તેની હકાલપટ્ટી કરી હતી. બીજીબાજુ પયગંબર અંગે અપમાનજનક ટીપ્પણીનો વીડિયો વાઈરલ થયા પછી હૈદરાબાદની કમિશનર ઓફિસ બહાર મોટી સંખ્યામાં એકત્ર થયેલા મુસ્લિમોના ટોળાએ રાજા વિરુદ્ધ ’સર તન સે જુદા’ના સૂત્રો પોકાર્યા હતા.

તેલંગાણામાં ગોશામહલના ભાજપના ધારાસભ્ય ટી. રાજા સિંહે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે મોહમ્મદ પયગંબર અંગે અપમાનજક ટીપ્પણી કરી હોવાનો દાવો કરાયો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં ટી. રાજા સિંહે કહ્યું હતું કે તમે લોકો અમારા ભાઈઓના ગળા કાપો છો અને વીડિયો જાહેર કરો છો. વિચારો જો હિન્દુ ભાઈ પણ આવું કરશે તો પછી તમારા લોકોનું શું થશે? તેમણે કોમેડિયન મુનવ્વર ફારૃકીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તેણે કોમેડીના નામે માતા સીતા અને ભગવાન રામનું અપમાન કર્યું હતું. ટી. રાજા સિંહે કોમેડિયન મુનવ્વર ફારૃકી પર હુમલો કરતાં ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેલંગાણા સરકાર તરફથી ફારૃકીના શોને મંજૂરી અપાશે તો પોતે તે સ્થળને સળગાવી દેશે. ટી. રાજા સિંહે કહ્યું હતું કે મુનવ્વર ફારૃકીએ હિન્દુ દેવી દેવતાઓની મજાક બનાવી છે.

આ વીડિયો મુદ્દે વિવાદ વકરતાં હૈદરાબાદના દબીરપુરા પોલીસ સ્ટેશનમાં ટી. રાજા સિંહ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે ટી. રાજા સિંહે કહ્યું હતું કે તેમણે અપલોડ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવાયો છે. જેલમાંથી છૂટયા પછી નિશ્ચિતરૃપે તે વીડિયોનો ’પાર્ટ-2’ અપલોડ કરશે. હું ધર્મ માટે મરવા પણ તૈયાર છું. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. મેં કોઈના વિરુદ્ધ કશું જ કહ્યું નથી. શું અમારા ભગવાન ભગવાન નથી? દરેક એક્શનનું રિએક્શન હોય છે. એ વાત ધ્યાન રાખવી જોઈએ.

દરમિયાન ટી. રાજા સિંહના ઉશ્કેરણીજનક નિવેદનના પગલે ભાજપે તેની સામે તુરંત કાર્યવાહી કરતાં કારણદર્શક નોટિસ પાઠવીને પક્ષમાંથી તેની હકાલપટ્ટી કરી છે. ફેસબૂકે પણ ઉશ્કેરણીજનક ટીપ્પણી બદલ ટી. રાજા સિંહ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટી. રાજા સિંહના નિવેદન મુદ્દે હૈદરાબાદ અને તેલંગાણાના રાજકારણમાં ભારે આક્રોશ ફેલાયો છે. અડધી રાતે મોટી સંખ્યામાં મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે હૈદરાબાદ કમિશનર ઓફિસ બહાર ઉગ્ર દેખાવો કર્યા હતા અને ત્યાં નમાઝ પણ પઢી હતી. અનેક વિસ્તારોમાં હજુ પણ આંદોલન ચાલી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.