Abtak Media Google News

બન્ને રાજયોમાં ભાજપની સરકાર છતાં આંતરિક રાજકારણના કારણે નર્મદાના નીર વિકાસના બદલે વિનાશ વેરી રહ્યા હોય તેવો ધરાર ઉભો કરાતો માહોલ: પાણીપત ખેલાય તે પૂર્વ સમજદારીનો પુલ બાંધવો જરૂરી

નર્મદાને ગુજરાતની જીવાદોરી માનવામા આવે છે સરદાર સરોવર ડેમ ઓવરફલો થાય તે પૂર્વ સાડા છ કરોડ ગુજરાતીઓના હૈયામાં હરખ છલકાયા માંડે છે. નર્મદાને વારંવાર નમન કરવામાં આવે છે હાલ સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં છે ડેમ તો છલકાતા છલકાશે પરંતુ હાલ ગુજરાત અને મઘ્ય પ્રદેશ દુ:ખી દુ:ખી થઇ ગયા છે બન્ને રાજયોમાં ભાજપની સરકાર હોવા છતાં આંતરિક રાજકારણના કારણે બન્ને રાજયોની જનતા દુ:ખી દુ:ખી થઇ રહી છે.

જો ખરેખર થોડું જતુ કરવાની ભાવના રાખી વિકાસ માર્ગનું નિર્માણ કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળો પ્રાપ્ત થાય છે ભાખરા નાંગલ ડેમ તેનું જીવંત ઉદાહરણ છે ડેમના નિર્માણ બાદ પંજાબ અને હરિયાણામાં હરિયાળી કાંતિનો ઉદય થયો છે. સરદાર સરોવર ડેમ યોજના સ્થાપના કાળથી વિવાદોના વંટોળોમાં અટવાયેલો છે પ  એપ્રિલ 1961 ના રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ આ યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.  ભુમી પુજનના ર6 વર્ષ  બાદ અર્થાત 1987 કામનો આરંભ થયો. કામ ર6 વર્ષ સુધી ચાલુ ન થવા પાછળ નર્મદા બચાવો આંદોલન જવાબદાર હતું. મેઘા પાટકર અને બાબા આમ્ટે સહિત કેટલીક સંસ્થાઓ આગેવાની લીધી. પર્યાવરણના મુદ્દા ઉઠાવ્યા . તેઓનો આંદોલનને સફળતા મળી 1993માં સરદાર સરોવર  પ્રોજેકટ માટે વિશ્ર્વ બેન્કે આપેલી સહાય પાછી ખેંચી લીધી. કામ શરૂ કરવા માટે 17 ટકા તોતીંગ વ્યાજના બોન્ડ પ્રસિઘ્ધ કરવાની ફરજ પડી.ઓકટોબર-2020 માં સુપ્રીમ કોર્ટની મંજુરી મળતા સરદાર સરોવરનું રોકાયેલું કામ શરુ થયું 1999માં ડેમની ઉંચાઇ માત્ર 80.30 મીટરની હતી. નર્મદા ક્ધટ્રોલ ઓથોરીટીએ ડેમની ઉંચાઇ પધારવા મંજુરી આપી જેના કારણે 2000 માં ડેમની ઉંચાઇ 85 મીટર થઇ ત્યારબાદ તબકકાવાર ત્રણ વખત ડેમની ઉંચાઇ 5.5 મીટર વધારવાની મંજુરી મળી દરમિયાન ફરી એકવાર અડચણ આવતા વર્ષ 2006 માં 31મી ડિસેમ્બરે ડેમનું કામ ફરી 121.62 મીટરે અટકી ગુયું.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી નર્મદાના પ્રશ્ર્ને પ1 કલાકના ઉપવાસ પર બેઠા પરંતુ કેન્દ્રની યુ.પી.એ સરકારે ડેમની ઉંચાઇ વધારવા દરવાજા મુકવા માટે મંજુરી આપવામાં  ન આવી દરમિયાન 2014માં વડાપ્રધાન તરીકે સત્તારૂઢ થયાના 17માં દિવસે જ નરેન્દ્રભાઇ મોદીએ ડેમ પર 17 મીટર ના 39 દરવાજા મુકવાની મંજુરી આપી હાલ ડેમની  ઉંચાઇ 138.68 મીટરથી થવા પામી છે. ડેમ ઓવર ફલો થવાની તૈયારીમાં છે ત્યારે ફરી રાજકારણે રંગ પકડયો છે.

ગુજરાત અને મધ્યપ્રદેશ – નર્મદા કંટ્રોલ ઓથોરિટી  માં સંખ્યાબંધ મુદ્દાઓ પર વિવાદમાં છે, બંને રાજ્યોએ એક બીજા દ્વારા નાણા બાકી હોવાનો દાવો કર્યો છે.

બંને રાજ્યો તેમના દાવાઓ પર અડગ છે, નર્મદા કંટ્રોલ ઓથોરિટી, તેની તાજેતરની મીટિંગમાં, બંને રાજ્યોને તેમની સમસ્યાઓનો સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધવા જણાવ્યું હતું. છેલ્લી  મીટિંગમાં, મધ્યપ્રદેશે દાવો કર્યો હતો કે તેને ડૂબી જવાથી અસરગ્રસ્ત 10,688 હેક્ટર જમીન માટે 1,313 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી.  જેમાં જંગલની જમીન અને પુનર્વસનની જમીનનો સમાવેશ થાય છે.  એનસીએએ રાજ્યોને કહ્યું કે તેઓ આ મુદ્દો મધ્યસ્થીઓ સમક્ષ ઉઠાવે.

દરમિયાન, ગુજરાત સરકારે ફરીથી સરદાર સરોવર પ્રોજેક્ટ ના ખર્ચની વહેંચણી માટે ચૂકવણીનો મુદ્દો ઉઠાવ્યો હતો.  ગુજરાત સરકારનો દાવો છે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને રૂ. 7,064 કરોડ દેવાના બાકી છે જેમાંથી રૂ. 5,500 કરોડ મધ્યપ્રદેશમાંથી વસૂલવાના બાકી છે. એમપી સરકારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે 2017-18માં યોગ્ય પ્રક્રિયા વિના સરદાર સરોવરની સિંચાઈ બાયપાસ ટનલ ચેનલનો ઉપયોગ કર્યો હતો, જેણે ખાતરીપૂર્વકના વીજ ઉત્પાદનને અસર કરી હતી.  સાંસદ આ માટે વળતરનો દાવો કરી રહ્યા છે.  આ દાવા સામે, ગુજરાતે એમપી દ્વારા ડેમમાં પાણી છોડવામાં ન આવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પરિણામે વીજળીનું ઉત્પાદન ઘટ્યું હતું.

ગુજરાત સરકારે સરદાર સરોવર ડેમના ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદી પર નવનિર્મિત ગરુડેશ્વર વાયરનો ખર્ચ સાંસદને વહેંચવાની માંગ કરી હતી.  ગુજરાત કહે છે કે ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પાણીને પાછળની તરફ જળાશયમાં વહેવા માટે રિવર્સ ટર્બાઇનનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ એમપીએ પ્રોજેક્ટમાં કોઈ રસ દાખવ્યો નથી અને પ્રોજેક્ટની કિંમત શેર કરવાનો ઇનકાર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.