Abtak Media Google News

શ્રીકુંજ બ્રાન્ડ ગાયના ઘીમાં વેજીટેબલ ઘી અને તલના તેલની ભેળસેળ, મિક્સ દૂધમાં ફેટ ઓછું, મૌવેયા માવા મલાઇ કેન્ડીમાં ન્યુટ્રીશનલ ઇર્ન્ફોમેશન દર્શાવવામાં આવી ન હોવાથી નમૂના નાપાસ જાહેર કરાયા

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ગાયનું ઘી, શુદ્વ ઘી, મિક્સ દૂધ અને માવા મલાઇ સહિત પાંચ ખાદ્ય સામગ્રીના નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે.

Img 20220903 Wa0009

સહકાર સોસાયટી મેઇન રોડ પર રાજુ ચૌહાણની ભગવતી સેલ્સ એજન્સીમાંથી લેવાયેલા શ્રીકુંજ ગાયના ઘીમાં વેજીટેબલ ઘી અને તલના તેલની ભેળસેળ થયાનું ખૂલ્યું હતું. મંગળા મેઇન રોડ પર પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસને ત્યાંથી લેવામાં આવેલા શુદ્વ ઘીમાં પણ ફોરેન ફેટ અને તીલ ઓઇલની હાજરી મળી આવી હતી. જ્યારે કોઠારીયા રોડ પર વાહનમાં દૂધ સપ્લાય કરતા કારાભાઇ દેવાભાઇ મુંછડ પાસેથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં ફોરેન ફેટની હાજરી મળી હતી અને મિલ્ક સોલીડ નોટફેટનું પ્રમાણ ઓછું જણાતા નમૂનો ફેઇલ ગયો છે. પેડક રોડ પર અભય આઇસ્ક્રીમ પાર્લરમાંથી મૌવેયા માવા કેન્ડી એન્ડ આઇસ્ક્રીમ સ્પેશ્યલ રજવાડી માવા કેન્ડીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં ન્યૂટ્રીશનલ ઇર્ન્ફોમેશન બેન્ચ નંબર, ઉત્પાદન તારીખ, બેસ્ટ બિફોરની તારીખ દર્શાવવામાં આવી ન હોવાના કારણે નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો હતો.

જ્યારે સહકાર મેઇન રોડ પર ભગવતી સેલ્સ એજન્સીમાંથી ફ્રેશલીટ પ્રિમિયમ ટેબ્લેટ માર્ગરાયનનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં મોઇશ્ર્ચર, ફ્રી ફેટીએસિડ, સ્કીમ્ડ મિલ્ક પાવડર પ્રમાણ ધારા ધોરણ કરતા વધુ મળી આવતા નમૂનો નાપાસ જાહેર કરાયો છે.

Img 20220903 Wa0013

મોદકના લાડુ અને મીઠ્ઠી ગુંદીના નમૂના લેવાયાં

ગણેશ મહોત્સવના કારણે મોદકના લાડુ અને મીઠ્ઠી ગુંદી સહિતની મિઠાઇનું વેંચાણ વધુ પ્રમાણમાં થતું હોય આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા પરાબજાર સ્થિત કંદોઇ બજારમાં પરસોત્તમ સ્વિટ્સમાંથી બટરસ્કોચ મોદક લાડુ અને લક્ષ્મીનગર મેઇન રોડ પર શ્રીરામ ગૃહ ઉદ્યોગ (વિમલ નમકીન)માંથી મીઠ્ઠી ગુંદીનો નમૂનો લેવાયો હતો. જ્યારે પરાબજારમાં અલગ-અલગ 10 દુકાનોમાં ચેકીંગ કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.