Abtak Media Google News

અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ

ગોંડલ તાલુકાના ભોજપરામાંથી ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું આરોગ્ય સાથે ચેડાં કરતા 2 શખ્સો ને પણ મુદામાલ સાથે પકડી પાડ્યાગોંડલ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, સીપીઆઈએ.બી.ગોહિલ ની સુચના અન્વયે તાલુકા પોલીસે ભોજપરા જી.આઇ.ડી.સી વીસ્તારમાં આવેલ એક ગોડાઉન મા રેઇડ કરતા નીલેષભાઇ મહેન્દ્રભાઇ કારીયા, કરણભાઇ ભરતભાઇ છગ રહે.

બન્ને ગોંડલ વાળા ના ગોડાઉનમાં રેઇડ કરતા કોઇપણ જાતના લાયસન્સ કે આધાર પુરાવા વગર કેમીકલ, એસન્સ જેવા પદાર્થો નુ ભેળસેળ કરી  શ્રી સહજ કાઉ ધી (ગીરીરાજ ફુડસ) નામ આપી ભેળસેળયુકત ધી બનાવતી ફેકટરી માં મોટા પ્રમાણ માં ભેળસેળયુકત ધી નુ ઉત્પાદન કરવામાં આવતું અને જથ્થાબંધ વેચાણ પણ કરતા સમગ્ર બાબત ની જાણ ફુડ એન્ડ ડ્રગ વીભાગ રાજકોટને કરતા સ્થળ પર બોલાવી સેમ્પલ લઈને ચેક કરતા.

સેમ્પલ ફેઈલ જતા બન્ને શખ્સો નીલેષભાઇ મહેન્દ્રભાઇ કારીયા લુહાણા, રહે ગોંડલ ભવનાથ 2, કરણભાઇ ભરતભાઇ છગ લુહાણા, ઉ.વ.30 રહે. ગોંડલ હેપીહોમ સોસાયટી વાળા ને કુલ મુદામાલ કિ રૂ. 7,23,280/- સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરી માં ગોંડલ તાલુકા પોલીસ ના પીએસઆઈએમ.જે.પરમાર, ડી.પી.ઝાલા, હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જેઠુસિંહ ચૌહાણ, વીપુલભાઇ રવજીભાઇ ગુજરાતી, દીગ્પાલસિંહ નીરૂભા ગોહિલ, દીપેન્દ્રસિંહ એ.ઝાલા, રધુભાઇ દેવાભાઇ ધેડ, મુકેશભાઇ મકવાણા, શકિતસિંહ મનુભા જાડેજા, જયદેવભાઇ દાદાભાઇ કીડીયા, પુથ્વીરાજસિંહ હનુભા ગોહિલ, કુલદિપસિંહ ઝાલા અને ફુડ એન્ડ ડ્રગ વિભાગ રાજકોટ કચેરી નો સ્ટાફ જોડાયો હતો.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.