નવરાત્રિ સમિતિની રચના કરાય: જવાબદારી સોંપાઈ: વેલઆરતી, ટેટુ, ચાદલો, ગરબા, સુશોભન દાંડિયા શણગાર સહિત અવનવી સ્પર્ધાની શ્રૃંંખલા
બ્રહ્મપરિવારો માટે સતત જાગૃત અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત બ્રહ્મસંગમ સંસ્થા દ્વારા રાજકોટ શહેરના બ્રહ્મપરિવારો માટે ચાલુ વર્ષે બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સવ – 2022 ” નું આગામી તા .26/09/2022 થી તા . 04/10/2022 સુધી અનેરું આયોજન કરવામાં આવેલ છે.તેના માટે સંસ્થા દ્વારા તૈયારી શરૂ થયેલ છે.આ નવરાત્રી મહોત્સવ અત્રે માધાપર ચોકડી પાસે , સ્વામીનારાયણ મંદિર સામે , જામનગર રોડ , રાજકોટ ખાતે યોજવામાં આવશે.
આ નવરાત્રી મહોત્સવના વ્યવસ્થિત આયોજન માટે સંસ્થાના પ્રમુખ ઇન્દ્રનીલભાઈ રાજગુરુ રાજગુરુ ધીરુભાઈ મહેતા સુરેશભાઈ મહેતા , રસિકભાઈ ભટ્ટ , શૈલેષભાઈ મહેતા , દિલીપભાઈ દવે , ડી.આર.દવે , બીપીનભાઈ દવે , ભાનુભાઈ જોશી વિગેરેની બનેલી એક આયોજન સમિતિની રચના કરાયેલ છે જયારે આ નવરાત્રી મહોત્સવની ઉજવણી સમિતિના ક્ધવીનર તરીકે લલીતભાઈ ધાંધિયા અને સહક્ધવીનર ભુપતભાઈ મહેતા તથા સમગ્ર ટીમની વરણી કરાયેલ છે અને સમગ્ર ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે દાતાઓના સહયોગ થી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દરરોજ પ્રિન્સ , પ્રિન્સેસ, વેલડ્રેસ , વેલકિડ્સ , વિવિધ વયજૂથના ઉત્કૃષ્ઠ રમતા ખેલૈયાઓને
ઇનામ , વેલઆરતી , ટેટુ , ચાંદલો , ગરબા સુશોભન , દાંડિયા શણગાર વિગેરે પ્રકારના 17 જેટલા ઇનામો 1 થી 3 માં આવતા વિજેતાઓને આપવામાં આવશે . અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઈનલ ઇવેન્ટ યોજવામાં આવશે. આ કાર્યક્રમ બાદ ખેલૈયાઓને એક દિવસ માટે નીલસીટી ક્લબમાં રમવા માટે તક આપવામાં આવશે.
ખેલૈયાઓને રમવા માટે વહેલા તે પહેલાના ધોરણે પાસ માટેના નિયત ફોર્મ- અરજીનું વિતરણ શરૂ થઇ ગયેલ છે. જોશી મંડપ સર્વિસ , શૈલેષભાઈ મહેતા ( મહાદેવ ) , સહજ કોમ્પ્લેક્સ , બજરંગવાડી , દુકાન ને 10, ભાનુ જનરલ સ્ટોર્સ , ધર્મભકિત હોલની બાજુમાં સહકાર મેઈન રોડ , શ્રીગાર બ્યુટી પાર્લર ” શિવ ” નવી પપૈયાવાડી , શેરી નં -5 , સાગર હોલની બાજુમાં , ગોંડલ રોડ , રાજકોટ , મહાદેવ ફ્લોર મીલ , શેઠનગર , નંદનવન ગેઇટ જામનગર રોડ રાજકોટ , સદગુરુ ડેરી ફાર્મ ઓડીસી ટાવર સામે , એપલ કોમ્પ્લેક્સ , શકિતનગર મેઈન રોડ , કાલાવડ રોડ , રાજકોટ , સહયોગ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ 7 – મેહુલનગર કોર્ટ , મેહુલનગર મેઈન રોડ , નીલકંઠ સિનેમા પાછળ , કોઠારિયા રોડ , રાજકોટ, મહાદેવ ફ્લોર મીલ જય વર્ધમાન રેસીડેન્સી , નાગેશ્વર , જામનગર રોડ , રાજકોટ ,મહાદેવ ઇલેક્ટ્રિકલ્સ શ્રધ્ધા પાર્ક મેઈન રોડ , નહેરુનગર , 80 ફુટ રોડ , રાજકોટ ગ્લોબલ ટ્રાન્સલોજીસ્ટીક બાલગોપાલ હોટલ પાસે , મોરબી રોડ.જૂનું જકાતનાકુ , રાજકોટ , ભુને શ્ર્વરી પ્લે હાઉસ રાધે પાર્ક કોર્નર ) જાડેજા ચોક , અંડરબ્રીજ પાસે , રેલનગર , રાજકોટ નિયત ફોર્મ મેળવીને ભરીને પરત કરવા માટે બ્રહ્મસંગમ સંસ્થાના કાર્યાલય , સ્પેસકોમ્પ્લેક્ષ (બીજો માળ ) , 21 / 22 ( કોર્નર ) , ન્યુજાગનાથ મહાકાળી મંદિર રોડ , ’ રોયલ કેશર ’ એપાર્ટમેન્ટ સામે , રાજકોટ -3 ( ફોન .- 0281-2463247 91370 33609 ) નો સવારના 10 થી 1 અને સાંજના 5 થી 8 વચ્ચે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
સંસ્થાના હોદેદારો તથા ક્ધવીનર અને સહક્ધવીનર માર્ગદર્શન હેઠળ સર્વ કમીટીના સભ્યો યજ્ઞેશભાઈ દવે , દિનેશભાઈ બોરીસાગર , અલ્પેશભાઈ રવિયા , અક્ષયભાઈ ઉપાધ્યાય , દિલીપભાઈ વ્યાસ , જયેશભાઈ દવે , રાજેશભાઈ બામટા , રાજેશભાઈ પંડ્યા , સંજયભાઈ પંડ્યા , મનીષભાઈ બામટા , હિતેશભાઈ ભટ્ટ , ચંદ્રેશભાઈ દવે, જેન્તીભાઈત્રીવેદી, શોભનાબેન જોશી તેમજ મહિલા પાંખના સભ્યો તૃપ્તિબેન જોશી , દર્શનાબેન જોશી , રચના જોશી , વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે.