Abtak Media Google News

ચૌધરી હાઈસ્ફુલથી કલેક્ટર કચેરી સુધી રેલી બાદ આવેદન અપાશે:રામકીશન ઓઝા પણ ઉપસ્થિત રહેશે

મોંઘવારીના રાક્ષસની પ્રતીતિ કરાવતી ભાજપ સરકારનો ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પાડવા કોંગ્રેસ મેદાનમાં આવી છે.આવતીકાલે સવારે 10 વાગ્યે મોંઘવારી, બેરોજગારી, ડ્રગ્સ અને ઈ-મેમોના વિરોધમાં ચૌધરી હાઈસ્કૂલ ચોકથી વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવાશે તેવી જાહેરાત પ્રદીપ ત્રિવેદી, સંજય અજુડિયા, રાજદીપસિંહ જાડેજાએ કરી છે.જેમાં સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝાજીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ જોડાશે.

Advertisement

વર્ષ 2013-14 ના સમયગાળામાં મોદી દેશના યુવાનો અને સામાન્ય લોકોને કેવા કેવા સપના દેખાડી રહ્યા હતા. પોતાના પ્રત્યેક ભાષણ માં તેઓ વાયદા કરતા હતા કે સતા પર આવતાની સાથેજ તેઓ બેરોજગારી અને મોંઘવારી નાબુદ કરી નાખશે. બહુત હુંઈ મહંગાઈ કી માર એવા નારા ની ગુંજ ચોમેર સંભળાતી હતી. આજે તેમને સતા રૂઢ થાયને આઠ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ મોંઘવારી અને બેરોજગારી ઘટવાને બદલે આસમાને આંબી રહી છે. તેમની નિષ્ફળ આર્થિક નીતિઓના કારણે દેશમાં મોંઘવારી વિક્રમી સ્તરે છે. છેલ્લા 18 મહિનાથી મોંઘવારી દર બેવડા આંકમાં છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રાંધણ ગેસથી લઈને અનાજ, દાળ, લોટ, ચોખા, દહીં, પનીર, મધ જેવી રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટી ઝીંકવાથી મોંઘવારીએ માઝા મૂકી છે.

આ સરકારની બેશરમી બાળકો માટે પેન્સિલ અને શાર્પનર થી લઈને હોસ્પિટલ બેડ અને સ્મશાનગૃહના બાંધકામ પર પણ જીએસટી ઝીંકી દીધો છે. કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકારના પાપે મોંઘવારીએ માઝા મૂકી છે કારમી મોંઘવારી સામે સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બની ગયું હોવાથી દરરોજ આપઘાતના બનાવો પણ વધી રહ્યા છે ગેસ સિલિન્ડર 1000ને પાર, તેલ 3000ની સપાટીએ અને પેટ્રોલ 100ની સપાટીએ પહોંચાડી સરકારે લોકોનું જીવન છીનવી લીધું હોય જેથી 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું સપનું દેખાડી સતા મેળવી પ્રજાના પૈસે લીલા લહેર કરતી ભાજપ સરકારને હવે ઘરભેગી કરવાનો વખત આવી ગયો છે.

મોંઘવારીના રાક્ષસની પ્રતીતિ કરાવતી આ ભાજપ સરકારનો ચહેરો ખુલ્લો પાડવા કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે મોંઘવારીના વિરોધ કાર્યક્રમના ભાગરૂપે કાલે સવારે 10 વાગ્યે  ચૌધરી હાઈસ્કૂલ ચોકથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી પગપાળા ચાલી કલેકટર કચેરીએ પહોંચશે અને ત્યાં કલેકટરને રૂબરૂ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

આ વિશાળ રેલી સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા,  પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખો લલિતભાઈ  કગથરા, અમરીશભાઈ ડેર, ઇંદ્રવિજયસિંહ ગોહેલની આગેવાનીમાં યોજાશે આ રેલીમાં  શહેરના પ્રદેશ હોદેદારો, તમામ વોર્ડના પ્રમુખો, તમામ ફ્રન્ટલ સેલના ચેરમેનો, પૂર્વ કોર્પોરેટરો સહિતના હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.