Abtak Media Google News

એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડાયું:  740 ગુનેગારોને કરાયા જેલ હવાલે

ગુજરાત રાજયની પોલીસની સતર્કતા અને ભારત સરકારની અન્ય એજન્સીઓને સાથે રાખીને ,ગુજરાત પોલીસ ને માત્ર ગુજરાતને પરંતુ સમગ્ર ભારતના યુવાધનને નશાખોરીથી બચાવી રહી છે.ગુજરાત પોલીસે કેન્દ્રિય એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાનની દરીયાઇ તથા ભૂ સીમા,મહારાષ્ટ્ર,પંજાબ,પશ્વિમ બંગાળ અને દિલ્લી જેવા રાજ્યોમાંથી ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડયા છે.

ગત એક વર્ષમાં રાજયની ડબલ એન્જીન સરકારના માર્ગદર્શન હેઠળ રાજયની પોલીસે રૂપિયા 6500કરોડનું ડ્રગ્સપકડયુંછેઅને740 જેટલાગુનેગારોનેજેલનાહવાલે કર્યા છે.

આટલા મોટા ડ્રગ્સના જથ્થાને પકડવા માટે ગુજરાત પોલીસની એ.ટી.એસ દ્રારા અનેક દિલધડક ઓપરેશનો કરવામાં આવ્યા છે.આખાને આખા ક્ધટેનરોની તપાસ કરીને તેમાંથી બોરીઓ,કપડના પેકેટ,સુતળીમાં વિટેલું ડ્રગ્સ,મશીનરી વચમાં છુપાવેલું ડ્રગ્સ ગુજરાત એ.ટી.એસ દ્રારા પોતાની સમજબુઝ અને ધીરજ દાખવીને શોધી કાઢવામાં આવ્યું છે.ગુજરાતની જળ સીમામાંથી પકડાયેલા ડ્રગ્સના તાર અમૃતસર,દિલ્લી,મુઝફરનગર સુધી જણાયેલા છે. આ નેકસસને તોડીને ગુજરાત એ.ટી.એસ દ્વારા દેશમાં ઘુસતું ડ્રગ્સ અટકાવવામાં આવ્યું છે.વિદેશથી આવતા ડ્રગ્સની સાથે સાથે ગુજરાત એ.ટી.એસ દ્વારા કેમિકલ ફેકટરી દ્વારા બતાવવામાં આવતા સિન્થેટીક એમ.ઓ ડ્રગ્સનેપણ પકડીને કેમિકલ ફેકટરી સીલ કરી છે.

ગુજરાત એ.ટી.એસ માત્ર ગુજરાતને પરંતુ સમગ્ર ભારતને ડ્રગ્સ મુકત રાખવા માટે સતત પ્રયત્નશીલ છે.જેમ ગુજરાત એ.ટી.એસ ડ્રગ્સને દેશમાં ઘુસતું અટકાવી રહી છે. તેમ રાજયની અન્ય પોલીસ એજન્સીઓ દ્વારા ગુજરાતમાં ગુન્હાખોરી અટકાવવામાં આવી છે.

તાજેતરમાં નેશનલ ફ્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલ ક્રાઇમ ઇન ઇન્ડીયા પુસ્તિકામાં જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર ગુજરાત રાજયના ક્રઇમ રેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.હિંસાત્મક ગુનાઓ, જેવા કે હત્યા, હત્યાનો પ્રયત્ન, બળાત્કાર, અપહરણ, લૂંટ વગેરે ગુનાઓમાં ગુજરાતનો ક્રાઇમ રેટ 11.9 છે, જે સમગ્ર દેશના ક્રાઇમ રેટ 30.2 કરતા ઘણો ઓછો છે.

તે સિવાય વર્ષ 2021માં ગુજરાતમાં ખૂનનો ક્રાઇમ રેટ 1.4 છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 2.1 કરતા ઓછો છે. અપહરણના ગુનાઓનો ક્રાઇમ રેટ ગુજરાતમાં 2.3 છે, જે ઓલ ઇન્ડિયાના ક્રાઇમ રેટ 7.4 કરતા ઓછો છે.

ગુજરાતમાં અપહરણના ગુનાના ક્રાઇમ રેટનો ટ્રેન્ડ જોઇએ, તો પાછલા વર્ષોની સરખામણીએ સતત ઘટાડો નોંધાયો છે. તેના આંકડા આ પ્રમાણે છે- 2018 (3.0),  2019 (2.7) અને 2021 (2.3).

મહિલાઓ વિરુદ્ધના ગુનામાં ગુજરાતનો ક્રાઇમ રેટ 22.1 છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 64.5 કરતા ઘણો ઓછો છે.  અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે આસામ (168.3), દિલ્હી (147.6), તેલંગાણા (119.7), રાજસ્થાન (105.4), પશ્વિમ બંગાળ (74.6), કેરળ (73.3) અને આંધ્રપ્રદેશ (67.2) ની સરખામણીએ ગુજરાતમાં મહિલા વિરુદ્ધના ગુનાઓનો દર ખૂબ જ ઓછો છે. બીજો એક નોંધપાત્ર સુધારો શરીર વિરુદ્ધના ગુનાઓ ( ખૂન, ખૂનનો પ્રયત્ન, ગંભીર, ઈજા, બળાત્કાર વગેરે ) માં ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 80.5ની સરખામણીએ ગુજરાતનો ક્રાઇમ રેટ 28.6 રહ્યો છે. આ ગુનાના ક્રાઇમ રેટમાં કુલ 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 31મા ક્રમાંકે છે.  ચોરીના ગુનામાં ગુજરાતનો ક્રાઇમ રેટ 15. 2 છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 42.9 કરતા ઘણો ઓછો છે. યાદીમાં ગુજરાત 27મા ક્રમાંકે છે. કાયદા સુધારા અને ટેક્નોલોજીનો ઉપયોગથી આ પરિણામ રાજ્યની ડબલ એન્જિન સરકારે હાંસિલ કર્યું છે. રાજ્યમાં નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને જૂના કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા છે.

ૠઞઉંઈ ઝઘઈ, જમીન પચાવી પાડવા વિરુદ્ધના કાયદા, ક્રિમિનલ અમેન્ડમેન્ટ ઍક્ટમાં ફાંસીની સજા સુધીની જોગવાઇ, ચેઇન સ્નેચિંગ, હ્યુમન ટ્રાફિકીંગ વગેરે જેવા કાયદાઓમાં સજાના ધોરણોમાં વધારો વગેરેને કારણે ગુનેગારોમાં ભય વધ્યો છે, જેના પરિણામે ગુનાઓમાં ઘટાડો થયો છે. તે સિવાય પોલીસ વિભાગ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ તમામ જિલ્લાઓમાં 7 હજારથી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે. 41 શહેરોમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ઇ-ચલણ ઇશ્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

તે સિવાય પોકેટકોપ, ઇ-ગુજકોપ, ડ્રોન કેમેરાના ઉપયોગથી અને 1091 મહિલા હેલ્પલાઇન, 181 અભયમ હેલ્પલાઇન, 1096 જીવન આસ્થા હેલ્પલાઇન, 100 પોલીસ હેલ્પલાઇન અને 1095 ટ્રાફિક હેલ્પલાઇન દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો થયો છે અને ગુનાઓને નાથવામાં સહાયતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.