Abtak Media Google News

છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીનો તરખાટ, 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી કાંગારૂને ધ્વસ્ત કર્યું

ઓસ્ટ્રેલિયા ખાતે રમાના ટી20 વિશ્વકપ પૂર્વે હાલ વોર્મ અપ મેચ યોજાઇ રહ્યા છે તેમાં આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રીઝબેન ખાતે વોર્મઅપ મેચ રમાયો હતો. એમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ રને માત આપી છે. ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બીજી ભારત તરફથી કે એલ રાહુલે સટાસટી ભરી રમત રમી હતી અને વિપક્ષીને બેકફૂટ ઉપર ધકેલ્યું હતું. 187 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયા ટીમની શરૂઆત રહેતી અને તેઓએ પોતાની પ્રથમ વિકેટ 41 રનના સ્કોરે પડી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સર્વાધિક 76 રન એરોન ફિંચે આવ્યા હતા અને ભારત તરફથી સર્વાધિક વિકેટ મોહમ્મદ સામીએ લીધી હતી. ત્યાર બાદ ભુવનેશ્વરકુમાર, અર્શદીપ અને યજુવેન્દ્ર ચહલને પણ વિકેટો મળી હતી.

ભારતે પણ પોતાનું આગવું પ્રદર્શન કરી આક્રમક રમત રમી હતી જેમાં કે એલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ એ પોતાની અડધી સદી ફટકારી હતી અને ટીમને મજબૂતી આપી હતી. 187 રન નો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી ત્યારે મોહમ્મદ સામીએ ઘાતક બોલિંગ કરતા માત્ર ને માત્ર ચાર રન જ નોંધાવી શકી હતી અને બાકી રહેલા ચાર બોલમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની ચાર વિકેટ ગુમાવી હતી. વોમક મેચમાં ભારતનું આગવું પ્રદર્શન જોતા એવા સ્પષ્ટ થઈ રહી છે કે ભારતનો મિડલ ઓર્ડર બેટ્સમેન અને પોતાની ડેથ બોલિંગનો જે પ્રશ્ન ઊભો થયો હતો.

તેનું નિવારણ આવી ગયું હોય કારણ કે જસપ્રિત બુમરા ઇજાગ્રસ્ત થતા મોહમ્મદ સ્વામીને તેનો રિપ્લેસમેન્ટ એટલે કે વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યો છે અને મોહમ્મદ શમીએ આ વોર્મ અપ મેચમાં જ પોતાનું આગવું પ્રદર્શન કરી તેમને ભરોસો પણ અપાવ્યો છે. ટી20 વર્લ્ડકપ 2022માં બીજા વોર્મઅપ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે 20 ઓવરમાં 186 રન ફટકાર્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચાર્ડસને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.