Abtak Media Google News

સહારાની જમીન હેતું ફેર કરી 500 કરોડનું કૌભાંડ આચાર્યના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, અને સી.જે. ચાવડાએ આક્ષેપ કરતા વિજયભાઇએ બદનક્ષીની દાદ માંગી હતી

વિરોધ પક્ષના નેતા ના કાર્યાલયમાંથી સહારા કપનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂપીયા પ00 કરોડથી વધુ રકમનું નાણાકીય કોભાંડ આચરાયેલાના ખોટા આક્ષેપો સાથે પ્રેસનોટ માઘ્યમથી જાહેરાત કરનાર કોંગ્રેસના આગેવાનો સામે ગાંઘીનગરની કોર્ટમાં બદનક્ષી અંગેની પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી ફરિયાદના કામે વિધાનસભા વિરોધ પક્ષના નેતા સહિત ચારયને ફરીયાદનાં કામે  એડી. ચીફ જયુ.મેજી.  કે.ડી. પટેલ સામે સમન્સ ઈશ્યુ કરવાનો અગાઉ હુકમ કરેલો હતો.જે હુકમના આધારે આજ રોજ ચારેય આરોપીઓ કોર્ટમાં હાજર રહેલા હતા.

આ ફરીયાદની હકીકત એવી છે કે, વર્તમાન પત્રોમાં તથા ઈલેકટોનીક મીડિયામાં વાહીયાત આક્ષેપો કરનાર કોંગ્રેસના રાજકીય નેતાઓએ કોઈપણ આધાર પુરાવા વગર ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાનું એક ષડયંત્ર કરવામાં આવેલ હતું

વિશેષ એવી હકીકત છે કે, કોંગ્રેસના આગેવાનોએ અખબારોમાં જે આક્ષેપો કરેલ હતા કે, તેના જવાબમાં નામદાર કોર્ટ સમક્ષ કરેલ બદનક્ષીની ફોજદારી કાર્યવાહી કરવાની અરજીમાં  અંગત મદદનીશ ,વિરોધ પક્ષના સુખરામભાઈ રાઠવા , શૈલેષભાઈ પરમાર અને  સી.જે.ચાવડા વિ. સામે બદનક્ષીની ફરીયાદની ફરીયાદ દાખલ કરતા જણાવેલું હતું કે, ફરીયાદી અગાઉ ગુજરાત  મુખ્યમંત્રી તરીકે તથા ભાજપના પ્રમુખ તરીકે ઘણા વર્ષો સેવા આપેલ છે તથા હાલ રાજકોટ-69 નાં ધારાસભ્ય તરીકે સેવા આપી રહયા છે. ફરીયાદી ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી છે.

ફરીયાદી સમગ્ર ગુજરાત આબરૂદાર, પ્રતિષ્ઠીત વ્યક્તિ છે, સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરીયાદી એક નિષ્ઠાવાન અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે. જાહેર જીવનમાં આબરૂદાર છાપ ધરાવે છે. ફરીયાદી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવતા હતા તે સમય દરમ્યાન ફરીયાદીએ કયારેય કોઈ નીયમ અને કાયદા વિરૂધ્ધનું કાર્ય કરેલ નથી કે આવુ કૃત્ય કોઈ વ્યક્તિને કરવા દિધેલ નથી જેથી ફરીયાદી સિધ્ધાંતવાદી અને નીષ્ઠાવાન વ્યકિત તરીકે સમાજમાં  ખુબ મોટી લોકચાહના ધરાવે છે. કોગ્રેસના આગેવાનો એકબીજા સાથે મીલાપીપણું કરી, ગુનાહીત કાવત્રુ રચી ગેરકાયદેસર રીતે દેશ-વિદેશમાં ફરીયાદીની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડી સમાજમાં વર્ષોથી રહેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઈરાદા પુર્વક નુકશાન પહોચાડવાના ઈરાદે ગેરકાયદેસરના કૃત્યો કરેલું છે. જેના હીસાબે રાજકીય કારકીર્દી હોત્ર, સામાજીક ક્ષેત્રે ફરીયાદીની પ્રસ્થાન થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને પ્રાણામાં ન આંકી શકાય તેટલું નશાન થયેલ છે. ફરીયાદનાં કામે  એડી. ચીફ જયુ.મેજી.  આરોપીઓ સામે સમન્સ ઈશ્યુ કરવાનો અગાઉ હુકમ કરેલો હતો.જે હુકમના આધારે આજ રોજ ચારેય આરોપીઓ કોર્ટમાં હાજર રહેલા હતા. ફરિયાદ પક્ષે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એસોસિયેટ્સના અંશ ભારદ્વાજ, અમૃતા ભારદ્વાજ અને ગાંધીનગરના એડવોકેટ અલ્પેશભાઈ ભટ્ટ રોકાયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.