Abtak Media Google News

કેન્દ્ર પર વર્ષે ૯૮૦૦ કરોડનો વધારાનો બોજ: શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરની જાહેરાત

કેન્દ્ર સરકારે ૭માં પગાર પંચની ભલામણનો લાભ કેન્દ્રીય અને રાજયની યુનિવર્સિટીઓની કોલેજોનાં પ્રોફેસરોને પણ આપવાનું નકકી કર્યું છે. આ નિર્ણયથી દેશભરનાં ૭.૫૮ લાખ પ્રોફેસર અને આસીસ્ટન્ટ પ્રોફેસરોનાં પગારમાં લગભગ રૂપીયા ૫૦,૦૦૦ સુધીનો વધારો થશે. તેમ શિક્ષણ મંત્રી જાવડેકરે જણાવ્યું હતુ. આ નિર્ણય કેન્દ્રીય સહાયથી ચાલતી ૧૧૯ ટેકનિકલ ઈન્સ્ટીટયુટના પ્રોફેસરોને પણ મળશે.

કેબીનેટે મંજૂર કરેલા નિર્ણયમાં પ્રોફેસરોને સિનિયોરીટી મુજબ ૨૨ થી ૨૮%નો પગાર વધારો થશે. આ પગાર વધારો ૨૦૧૬ના જાન્યુઆરીની ૧ લી તારીખથી લાગુ થશે આ નિર્ણયથી ૪૩ કેન્દ્રીય યુનિવર્સિટી અને ૩૨૯ રાજય યુનિવર્સિટીનાં ૧૨૯૧૨ કોલેજોનાં પ્રોફેસરોને મળશે. આ વધારાનો લાભ દેશની આઈઆઈટી, આઈઆઈએસ, આઈઆઈએમ, આઈઆઈએસઈઆર, આઈઆઈઆઈટીના પ્રોફેસરોને પણ મળશે. કોલેજોમાં ૭માં પગાર પંચના અમલથી સરકાર પર દર વર્ષે રૂ.૯૮૦૦ કરોડનો બોજો પડશે. તેમ શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતુ. રાજયોની સહાયથી ચાલતી કોલેજોમાં રાજય સરકાર આ નિર્ણયનો અમલ કરશે રાજયો પર આવતો વધારાનો નાણાકીય બોજ કેન્દ્ર ઉપાડશે શિક્ષણનું સ્તર સુધારવા માટે આ નિર્ણય લેવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.