Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નો જંગ ધીરે ધીરે જામી રહ્યો છે ત્યારે ઉમેદવારોના નિત નવા ચહેરાની સાથે સાથે મતદારોના દરબારમાં રાજકીય પક્ષો- ઉમેદવારો દ્વારા વચનોના ગાડા ઠલવાય રહ્યા છે” લોકશાહી”/0માં ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવાના ઉમેદવારો અને રાજકીય પક્ષોના અધિકારોની પણ એક નિશ્ચિત આદર્શ લક્ષ્મણ રેખા દોરવામાં આવી છે,

જોકે હવે તો રાજકીય રેવડિયો વેરવા સામે પણ વડી અદાલત દ્વારા કડક નિયમોની હિમાયત કરવામાં આવી છે, ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા જે રીતે વચનો આપવામાં આવે છે તે તો સંપૂર્ણપણે  વચનમ કિ દરિદ્રતમ એટલે કે મફતના વચનો આપવામાં લોભ શા માટે કરવો… ની વૃત્તિ નો જમાનો હવે ભૂતકાળ બની રહેશે… ચૂંટણીમાં બોલાયેલી એક એક વાત પર પાલન અને અમલ કરવાની જવાબદારી ફિક્સ થવા જઈ રહી છે, મતદારોને રાજી કરી પાંચ વર્ષ સુધી રાષ્ટ્ર સેવા કરવાની અનુમતિ માટે તમામ પ્રયાસો નો ઉમેદવારો અને રાજકીય પક્ષોને હક અને અધિકાર છે,

પરંતુ ભારતીય સંવિધાન “સત્યમેવ જયતે” પર સંપૂર્ણપણે આ રૂઢ છે ત્યારે લોકશાહી પ્રક્રિયા ચૂંટણીમાં પણ સત્યને વેગડો ન થવા દેવો જોઈએ રાજકીય પક્ષો ઉમેદવારો મતદારો માટે હથેળીમાં ચાંદ તારા બતાવીને મત મેળવવાના દિવસો હવે ભૂતકાળ બન્યા છે,,

રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પોતાની નિષ્ઠા પ્રતિષ્ઠા અને સત્ય વચન ની નૈતિક જવાબદારી નું જતન કરવું જોઈએ, અને શક્ય હોય તેવા જ વચનો આપવા જોઈએ એ પણ એક ઉત્કૃષ્ટ રાષ્ટ્ર સેવા ગણાશે.. મફત ના વાયદા અને ઠાલા વચનોથી મતદાર એકવાર છેતરાઈ જશે પરંતુ ખોટા વચનો આપવા વાળા ઉમેદવારો અને રાજકીય પક્ષો નું અસ્તિત્વ પણ અલ્પજીવી બની રહેશે તે વાસ્તવિકતા નું સત્ય દરેકે સમજવું જોઈએ……

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.