Abtak Media Google News

પ્રથમ તબકકાના મતદાનમાં આજે ઉમેદવારી ફોર્મ પર ખેંચવાનો અને બીજા તબકકાના મતદાન માટે નામાંકનનો અંતિમ દિવસ

સૌરાષ્ટ્ર-કચ્છની પ4 અને દક્ષિણ ગુજરાતની 35 સહિત પ્રથમ તબકકાના મતદાનમાં ગુજરાત વિધાનસભાની જે 89 બેઠકો માટે મતદાન થવાનું છે. તેના માટે આજે ઉમેદવારી ફોર્મ પર ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે સાંજે ચુંટણી ચિત્ર સંપૂર્ણ પણે સ્પષ્ટ થઇ જશે. કંઇ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે તે ફાઇનલ  થઇ જશે. દરમિયાન પાંચ ડિસેમ્બરના રોજ બીજા તબકકામાં જે 93 બેઠકો માટે મતદાન થવાનું છે તેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે કાલથી ઉમેદવારી ફોર્મની ચકાસણ કરવામાં આવશે.

પ્રથમ તબકકામાં જે 89 બેઠકો માટે મતદાન થવાનું છે તેનું ચુંટણીનું જાહેરનામું ગત પાંચમી નવેમ્બરના રોજ પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું. 14મી સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી. 89 બેઠકો માટે કુલ 1362 ફોર્મ ભરાયા હતા. ડમી સહિતના ઉમેદવારોના ફોર્મ રદ થતાં 999 ઉમેદવારો મેદાનમાં હતા દરયિમાન આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે 89 બેઠકો માટેનું ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. કંઇ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે તે વાત ફાઇનલ થઇ જશે. સાંજથી જ ઉમેદવારોને ચુંટણી ચિહનની ફાળવણી કરી દેવાની કામગીરી શરુ કરી દેવામાં આવશે.

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના માન્ય રાજકીય પક્ષોને તેઓની રાજકીય પાર્ટીના નિશાનની ફાળવણી કરવામાં આવશે જયારે અપક્ષ ઉમેદવારોને અલગ અલગ ચુંટણી નિશાન ફાળવવામાં આવશે. આવતીકાલથી પ્રચાર કાર્યમાં વધુ વેગ આવશે હરિફોને હંફાવવા માટે ચુંટણી લડતા ઉમેદવારો એડી ચોંકીનું  જોર લગાવશે. કાલથી મોટા નેતાઓ પણ ચુંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે અને પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે મતદારો સમક્ષ અપીલ કરશે. ચુંટણીમાં જે અપક્ષ ઉમેદવારો નડે તેવું લાગી રહ્યું છે. તેવા ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવી લેવા માટે છેલ્લી ઘડી સુધી મથામણ ચાલી હતી.

દરમિયાન બીજા તબકકામાં રાજયની જે 93 બેઠકો માટે મતદાન થવાનું છે. ત્યાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમેદવારોના ભારે ધસારો જોવા મળ્યો હતો.આજે પ્રથમ તબકકાના મતદાન માટેનું ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ત્યારબાદ વહીવટી તંત્ર ચુંટણી ચિહન, ઇવીએમ ફાળવણી સહિતની કામગીરી હાથ ધરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.