Abtak Media Google News

દયાત ફળિયામાં ટ્રાન્સપોર્ટનગરની જમીન ખાલી કરાવાતા સ્થાનીકોએ કર્યો હોબાળો પોલીસના ધાડેધડા ઉતાર્યા

સેલવાસ શહેરનાં આમલી દયાય ફળિયામાં ટ્રાન્સપોર્ટ નગરની જમીન ખાલી કરાવાની કામગીરી દરમિયાન આજે એક વ્યક્તિ પોતાને પેટ્રોલ છાંટી આગ લગાડતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.   જયંતિ જેઠા બરફ જેનું ઘર તોડવા મામલતદાર ટીમ લઈને પહોંચ્યો હતો તેનાં સાથે ઘર્ષણ થતાં દરમિયાન જયંતિએ ઘરનાં ઊપર ભાગે જઈ અગ્નિસ્નાન કર્યુ હતું.જયંતિને પેટ્રોલ છાંટતા જોઈ મામલતદારે તરત સ્ટાફને જયંતિને રોકવા દૌડાયો હતો. ત્યારે જયંતિ અગ્નિસ્નાન કરી લીધો હતો.

તેણે તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દયાત ફળિયા વાર્ડ નં. 1 નાં બીજેપી કૌંસિલર મનોજ દયાત મામલતદાર સાથે વિરોધ નોંધાયો હતો. મનોજ દયાતનો કહેવાનો હતો કે ઘર તોડવા કે જમીન ખાલી કરાવવા પહેલા પ્રશાસનને પીડિતોનાં પુનર્વાસ કરવા જોઈતો હતો. વગર નોટિસે કોઈને ઘેર વિહોણા નહીં કરી શકાય. પીડીતોને આજની ભાવે જમીનનાં વળતર આપવી પડશે. મનોજ દયાતે જણાવ્યું હતું કે જ્યારે અમે અમાનવીય કાર્રવાઈનો વિરોધ કર્યો તો અમને કૌંસિલર પદથી સસ્પેન્ડ કરવાની ચિમકી આપવામાં આવી.

જ્યારે મામલતદાર ટી.એસ.શર્મા જણાવ્યો હતો કે ટ્રાન્સપોર્ટ નગર માટે 2007 માં જમીન સંપાદનની પ્રક્રિયા થઈ હતી. બધા પીડિતોની વળતરની રકમ કોર્ટમાં ત્યારે જ જમા કરાવેલ છે. મગર પીડિતો રકમ લેતા નથી. બીજી બાજૂ કૌંસિલર મનોજ દયાતે કિધું કે ઘટના બાદ જયંતિ બરફનાં બન્ને દિકરાઓને પકડીને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.