Abtak Media Google News
લાગલગાટ સભાઓ, પ્રચાર, રેલીઓ: મતદારોનું અકળ મૌન: હિસાબ માંડતા રાજકીય પંડીતો

સોરઠની પાંચ વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પાંચેય સીટો કબજે કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને લાગલગાટ સભાઓ, પ્રચારો, રેલીઓ સહિતના પ્રચાર કરી રહ્યા છે. તો બીજી બાજુ મતદારોને રીઝવવા માટે સ્ટાર પ્રચારકો અને લાગતા વળગતા લોકોને ચૂંટણી પ્રચાર માટે કામે લગાડવામાં આવ્યા છે. જો કે જૂનાગઢ જિલ્લાના શાણા મતદારો આ વખતે પોતાનું મન કડવા દેતા નથી, જેને લઇને મતદારો અને રાજકીય આગેવાનો તથા પ્રચારકો મૂંઝાયા છે. તો બીજી બાજુ ચૂંટણી પ્રચાર બાદ પરિણામોના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી માંડતા રાજકીય પંડિતો પણ આ વખતે માથું ખંજવાળતા રહ્યા છે.

જો જુનાગઢ 86 વિધાનસભા સીટની વાત કરીએ તો, જુનાગઢ વિધાનસભાની સીટ ઉપર હાલમાં કોંગ્રેસના સીટીંગ અને વરિષ્ઠ ઉમેદવાર ભીખાભાઈ ગલાભાઈ જોશી ચૂંટણી લડી રહ્યા છે તેમની સામે ભાજપે આ વખતે યુવા ઉદ્યોગપતિ સંજયભાઈ સુકાભાઈ કોરડીયાને મેદાને ઉતાર્યા છે. તો આપે ખૂબ નાની વયના યુવા ઉમેદવાર ચેતન ગજેરાને ટિકિટ આપી આ બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ ખડો કર્યો છે. અહીં ખરાખરીનો ખેલ જામ્યો છે, કોંગ્રેસ આ સીટ જાળવી રાખવા તો બીજી બાજુ ભાજપ કોંગ્રેસ પાસેથી આ સીટ જુટવી લેવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે આપના ઉમેદવાર પણ સબળ હોઈ, આપ જુનાગઢ  વિધાનસભાની ચૂંટણીનું જે પરિણામ આવશે તેમાં મહત્વનો ભાગ ભજવશે તેવું જણાઈ રહ્યું છે.માણાવદરની સીટ ઉપર પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેમની સામે કોંગ્રેસે જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ લાડાણીને ટિકિટ આપી છે. અરવિંદભાઈ લાડાણી ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જવાહરભાઈ ચાવડા સામે નજીવા માર્જીનથી હાર્યા હતા. ત્યારે આ વખતે ફરી બંને ઉમેદવારો વચ્ચે કસોકસ નો ચૂંટણી જંગ છે. જો કે અહીં પણ આપના ઉમેદવાર મહત્વનું પરિબળ બની રહેશે. ત્યારે માણાવદરનું પરિણામ ઇવીએમ મશીન ખુંલ્યા બાદ જ સામે આવશે. તેટલી કશોકસી રીતે આ સીટની ચૂંટણી બની રહેશે.

વિસાવદરમાં આપના ઉમેદવાર અને ભેસાણના પૂર્વ સરપંચ ભુપતભાઈ ભાયાણી તથા ભાજપમાં તાજેતરમાં જ પ્રવેશ કરેલા મૂળ કોંગ્રેસી અને વિસાવદરના સેટિંગ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તથા કોંગ્રેસના રાણપરા વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ભુપતભાઈ ભાયાણી ભેસાણ પંથકમાં ખૂબ સારું વર્ચસ્વ ધરાવે છે, અને વિસાવદર પંથકના અનેક ગામડાઓમાં પણ તેમનું પ્રભુત્વ હોય. ત્યારે આ વખતની વિસાવદરની ચૂંટણી રસાકસી ભરી બની છે અને કોંગ્રેસ, ભાજપ, તથા આપના કોણ ઉમેદવાર જીતે તે રાજકીય પંડિતો પણ કહી શકતા નથી અને મતદારો કડવા દેતા નથી.

કેશોદની સીટનું ચૂંટણી ચિત્ર પણ આ વખતે ભારે કટોકટી ભરી બન્યું છે. અહીં પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ ભાજપમાંથી અને તેની સામે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હમીરભાઇ ધુડા વચ્ચે જોરદારનો ચૂંટણી જંગ ફેલાઈ રહ્યો છે. જ્યારે અપક્ષ ઉમેદવારે પણ અહીંથી ઉમેદવારી નોંધાવી છે. તો આપના ઉમેદવાર પણ આ વખતની ચૂંટણી જંગમાં છે. ત્યારે આ વખતે કેશોદમાં ચો પાખીઓ જંગ ફેલાઈ રહ્યો છે. અને પોતાના ઉમેદવારને જીતાડવા માટે ત્રણેય રાજકીય પક્ષો અને અપક્ષ દ્વારા ભારે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. મતદારોને રીઝવવામાં આવી રહ્યા છે. ત્યારે કેશોદનું કેટલું મતદાન થાય અને મતદારો પોતાના કયા પ્રતિનિધિને વધુ મત આપે છે ? અને કોણ વિજેતા નક્કી થશે ? તે આગામી ચૂંટણી પરિણામના દિવસે જ જાણી શકાય તેવી કસોકસીની ચૂંટણી કેશોદમાં યોજાઇ રહી છે.

માંગરોળમાં કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય બાબુભાઈ વાજા અને ભાજપના વરિષ્ઠ અગ્રણી વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. જો કે અહીં આપના ઉમેદવારનો પ્રચાર પણ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે માંગરોળમાં પણ ત્રિપાખીઓ જંગ ખેલાઈ રહ્યો છે.

પાંચેય બેઠકો ઉપર રસાકસી

આમ જોઈએ તો, ગત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ સીટો પૈકી જુનાગઢ, માંગરોળ, વિસાવદર અને માણાવદર એમ ચાર સીટો ઉપર કોંગ્રેસે કબજો મેળવ્યો હતો. જ્યારે કેશોદની સીટ ભાજપે હાસિલ કરી હતી. જો કે બાદમાં માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. અને પેટા ચૂંટણીમાં તેઓ ફરી ચૂંટાયા હતા. અને તેમને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા, જેથી  જુનાગઢ જિલ્લાના પાંચ ધારાસભ્ય માંથી ત્રણ કોંગ્રેસના અને બે ભાજપના ધારાસભ્યો હતા. તેમાં ચૂંટણી આવતા પૂર્વે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં ભડતા છેલ્લા દિવસોમાં જૂનાગઢ જિલ્લાના પાંચ ધારાસભ્યો માંથી બે ધારાસભ્યો કોંગ્રેસના અને બે ધારાસભ્યો ભાજપના રહેવા પામ્યા હતા ત્યારે આ વખતે જૂનાગઢ જિલ્લાની પાંચ સીટો ઉપર કોંગ્રેસ ફરી કબજો મેળવવા માટે એડીસોટીનું જોર લગાવી રહ્યું છે. તો બીજી બાજુ ભાજપ દ્વારા પાંચે પાંચ સીટો પર ભગવો લહેરાય તે માટે પ્રચાર પડધમને વેગવંતો કર્યો છે. ત્યારે આગામી 1 તારીખે મતદારો પોતાના કયા ઉમેદવાર ઉપર પસંદગીનો કરસ ઢોળે છે તેનું સ્પષ્ટ ચિત્ર મતદાન પરિણામના દિવસે જ જાણી શકાશે. તેવું રાજકીય પંડિતો પણ માથું ખંજવાળીને જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.