Abtak Media Google News

જોડીયા તાલુકામાં છેવાડાના ગામોના લોકો માટે આરોગ્યની વિવિધ સેવાઓ પોતાના નજીકના સેન્ટરમાં મળી રહે તેવા ઉમદા હેતુસર સરકારશ્રી દ્વારા જોડીયા તાલુકાના છેવાડાના પીઠડ ગામમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર મંજુર કરેલ હતું. આ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનું બાંધકામ પુર્ણ થતા સરકાર દ્વારા આ તમામ સુવિધા સભર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમ તા. ૧૫-૧૦ ના રોજ જામનગરના સંસદસભ્ય પુનમબેન માડમના વરદ હસ્તે તથા માન. ધારાસભ્ય મેધજીભાઇ ચાવડાની ઉ૫સ્થિતિમાં રાખવામાં આવેલ હતો. આ લોકાર્પણ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડયા, નિયામક ડી.આર.ડી.એ. જામનગર ડો. બીરેન પાઠક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.જી. બથવાર, તાલુકા હેલ્થ ઓફીસર જોડીયા ડો. જે.ડી. નળીયાપરા, જીલ્લા સદસ્ય મોહનભાઇ પરમાર, તાલુકાના ન્યાય સમીતીના ચેરમેન બાબુભાઇ હીગોળા, તાલુકા સદસ્ય ચિરાગ વાંક, ચેરમેન એપીએમસી જોડીયા ધરમસીભાઇ ચતીયારા વાઇસ ચેરમેન એપીએમસી જોડીયા હાતિમભાઇ જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ જેઠાભાઇ અધેરા પૂર્વ તાલુકા પ્રમુખ જોડીયા ચંદ્રિકાબેન અધેરા, જોડીયા તાલુકાના તમામ મેડીકલ ઓફીસરઓ તમામ આરોગ્ય સ્ટાફ ઉ૫સ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.