Abtak Media Google News

શાઓમીએ રેડમી 4Aની સફળતા બાદ રેડમી સિરીજનો એક નવો ફોન બજારમાં લોન્ચ કર્યો છે. રેડમી 5Aએ એક મેટલ ટેક્સ્ચર છે. જેને લઈને કંપનીએ દાવો કર્યો છે કે તે મેટલથી પણ વજનમાં ઘણું હળવું છે. તેની ખાસિયતની વાત કરીએતો કંપનીઓ દાવો છે તેનું વજન માત્ર 137 ગ્રામ જેટલું જ છે. અને બીજી ખાસિયત આ ફોનની બેટરી છે કંપનીએ જણાવ્યુ કે આ ફોનને એક વાર ચાર્જ કર્યા બાદ તેની બેટરી 8 દિવસ સુધી ચાલશે. ડીજાઈનમાં પણ કંપનીએ ઘણો બદલાવ કર્યો છે. આ નવા ફોનમાં ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું નથી.

કંપનીએ આ પેહલા બજેટ ફોનના રૂપમાં રેડમી 4Aને લોન્ચ કર્યો હતો.આ ફોનને ભારતીય બજારમાં ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

ફિકહરની વાત કરવામાં આવે તો આ ફોનમાં 5 ઇચની ડિસ્પ્લે આપવામાં આવી છે આ ફીઓનમાં 2 GBની રેમ સાથે 16 GB ઇન્ટરનલ મેમેરી આપવામાં આવી છે.કેમેરાની વાત કરવામાં આવે તો 13 MP સાથે 5 MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.