Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

ધંધાકીય બાબતોમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. ઝડપી સફળતાની ઇચ્છામાં કેટલાક ખોટા માર્ગો પસંદ ન કરો. તમારા કામ થશે પણ મહેનતનો અતિરેક થશે. જો તમે તમારા મહત્વપૂર્ણ કાર્યો દિવસના પૂર્વાર્ધમાં પૂર્ણ કરશો તો તે વધારે યોગ્ય રહેશે. કામને લગતી નજીકની કોઈપણ મુસાફરી તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે દરવાજા ખોલી શકે છે. હાલના સમયે કેટલીક નવી ઉપલબ્ધિઓ મળવાના પણ યોગ છે. પરંતુ નફાની ગતિ ધીમી રહેશે.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

વ્યવસાયિક રીતે જોવા જઇએ તો તમારો દિવસ પરફેક્ટ છે. ઘણીવાર કેટલીક સમસ્યાઓ આવશે, પરંતુ તમને સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિપૂર્વક રીતે મળી શકશે. નોકરીયાત લોકોએ તેમના ઓફિસના કામ પર વધુ ધ્યાન આપવું જોઈએ, કારણ કે ભવિષ્યમાં પ્રગતિની પ્રબળ સંભાવના છે. જૂની નકારાત્મક વાતોને આજ ઉપર હાવી થવા દેશો નહીં. તમારા વ્યવહારને પોઝિટિવ જાળવી રાખવા માટે મેડિટેશન કરો. બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો તથા તેમની સાથે થોડો સમય પસાર કરો.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત ચાલુ રહેશે. તમને તમારી ક્ષમતા સાથે કેટલાક વિશેષ કોન્ટ્રાક્ટ મળશે. સ્ટેટના કામોમાં અડચણો આવ્યા બાદ જ સમસ્યાનો ઉકેલ આવશે. તેથી જ કેટલાક અધિકારીઓની મદદ લો. ઓફિસમાં શાંતિમય માહોલ રહેશે. આ સમય પબ્લિક રિલેશન્સ બિઝનેસ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મીડિયા અને ફોન દ્વારા મહત્વપૂર્ણ કોન્ટ્રાક્ટ મેળવી શકાય છે.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

નજીકના વેપારીઓની ચાલી રહેલી સ્પર્ધાને કારણે રૂટિન થોડું અસ્તવ્યસ્ત થઈ જશે. પણ તમારી જીત નક્કી છે. જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને વધુ મહેનતથી તમે તમારા કામ પર ધ્યાન આપી શકશો. નફાના સ્ત્રોત પણ વધશે. બિઝનેસમાં તમારું સ્થાન ફરે તેવી શક્યતા છે. ટેક્સ અને લોન જેવી બાબતોમાં ગૂંચવણો ઊભી થઈ શકે છે. તે માટે આજે આ કામો ન કરો. ઓફિસમાં બોસ અને અધિકારીઓ સાથે સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. તમારો સમય ઉત્તમ છે.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

હાલ ધંધાકીય પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે કોઈ ને કોઈ પ્રકારનું નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કર્મચારીઓની પ્રવૃત્તિઓનું જીણવટપૂર્વક નિરીક્ષણ કરો. ઓફિસમાં તમારી છબી અને પ્રતિષ્ઠા વધશે અને તમને કોઈ મહત્વપૂર્ણ સ્થાન પણ મળી શકે છે. આ સમયે સંબંધીઓને લગતા થોડા વાદ-વિવાદ ઊભા થઈ શકે છે. દરેક સમસ્યાનું સમાધાન ખૂબ જ વ્યવહાર કુશળ રીતે કરો. ગુસ્સા અને આવેશથી પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

આજે કાર્યક્ષેત્રમાં ઘણી વ્યસ્તતા રહેશે. જોખમી પ્રવૃત્તિઓમાં સમય અને નાણાંનો વ્યય કરશો નહીં. નુકસાન થવાની શક્યતા છે. નોકરિયાત લોકોએ પોતાના કામ પ્રત્યે બિલકુલ બેદરકારી ન રાખવી જોઈએ. પરિવારના કોઈ વ્યક્તિ દ્વારા તમારા ઉપર દબાણ કરવાની કોશિશ કરવામાં આવી શકે છે. જેના કારણે તમારા દ્વારા લેવામાં આવેલ થોડાં નિર્ણય બદલાઈ જશે. વર્તમાન સમયમાં પોતાની વાતને જ પ્રાધાન્ય આપીને કામ કરવાની જરૂર પડશે. કોઈપણ નિર્ણય લેતી વખતે તમારે તમારી લાગણીઓ અને તમારા વિચારોને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે. તમે અન્ય લોકોના અભિપ્રાયોને જેટલું મહત્ત્વ આપો છો, નિર્ણયો લેવામાં તે વધુ મુશ્કેલ લાગશે.
તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

કાર્યક્ષેત્રમાં સમાન વિચારધારાવાળા લોકો સાથે સોશ્યલાઇઝ તમારા માટે લાભદાયક રહેશે. અને ભાગીદારી સંબંધિત વિષયો પર પણ વાતચીત થશે. નોકરીયાત લોકોને આજે તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. હજુ સુધી વ્યવસાયના કામકાજમાં કોઈ ફેરફારની સંભાવના નથી. પરંતુ ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં સફળતા મળવાના યોગ છે. કોઈ પ્રોજેક્ટ પર તમને પરવડે તેના કરતા વધારે પૈસા ખર્ચ ન કરો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

બજેટનું ખાસ ધ્યાન રાખો. નોકરીમાં બોસ અને સહકર્મીઓ સાથે તમારા સંબંધ સુધરશે. તમારો સમય ઉત્તમ છે. કરિયર, અધ્યાત્મ અને ધર્મની ઉન્નતિમાં તમે તમારી ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરી શકશો. તમારી સંવેદનશીલતા સમાજમાં તમને સન્માન અપાવી શકે છે. તમારી પરેશાનીમાં નજીકના સંબંધીઓનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે. માનસિક તણાવથી રાહત મળી શકે છે. પારિવારિક સભ્યના લગ્નને લગતો યોગ્ય સંબંધ આવી શકે છે.

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

હાલના સમયમાં એકબીજા સાથે તાલમેલ જાળવીને દરેક વાતમાં સંતુલન જાળવવું જરૂરી રહેશે.બિઝનેસમાં ઘણી જવાબદારીઓ અને કાર્યભાર રહેશે. આ સમયે ઘર અને પરિવારની ગૂંચવણોથી ધ્યાન ભટકાવીને તમારા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરો. જોબ પ્રોફેશનના લોકો પોતાની ઈચ્છા મુજબ લોકેશન ચેન્જ કરાવી શકે છે, તેથી સજાગ રહો અને તમારા ધ્યેય તરફ સતત પ્રયત્નશીલ રહો.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

કરિયર, અધ્યાત્મ અને ધર્મની ઉન્નતિમાં તમે તમારી ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરી શકશો. તમારી સંવેદનશીલતા સમાજમાં તમને સન્માન અપાવી શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી મહેનત અને લગનથી વધારે લાભ પ્રાપ્ત થવાનો છે. કોઇ પારિવારિક સમસ્યામાં પણ તમારી હાજરી અને સલાહથી યોગ્ય સમાધાન મળી શકશે. વિદ્યાર્થીઓનું ધ્યાન પણ નવી-નવી જાણકારીઓને પ્રાપ્ત કરવામાં લાગશે.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

નોકરીમાં પ્રમોશનની પણ શક્યતા છે, તેથી તમારા કામ પ્રત્યે સમર્પિત રહો. તમારા દ્વારા લેવામાં આવેલા મુશ્કેલ નિર્ણયનું ફળ તમને પ્રાપ્ત થતું જોવા મળશે. જે વ્યક્તિ સાથે વાતચીત ઓછી થઈ કે બંધ થઈ ગઈ તેની સાથે સંબંધો સુધરવા લાગશે. બંને પક્ષ ભૂતકાળને ભૂલીને નવા સંબંધની શરૂઆત કરવાનો પ્રયાસ કરી શકો છો

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

નોકરિયાત લોકોએ પોતાના કામ પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી ન લેવી જોઈએ. આજે કોઈ નજીકના સંબંધી સાથે પ્રોપર્ટીને લગતા મામલે ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં થશે. કોઈ યોગ્ય નિર્ણય પણ મળી શકશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની આર્થિક રૂપથી મદદ પણ કરવી પડી શકે છે. આવું કરવાથી તમને સુકૂન જ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.