Abtak Media Google News
મોરબી: બાદનપર ગામે આડાસંબંધે કાકા-ભત્રીજાની ધોલાઈ
બે ભાઈ સહિત ચાર શખ્સોએ ધોકા વડે મારમાર્યાનો નોંધાતો ગુનો

મોરબીના બાદનપર ગામ ખાતે રહેતા યુવકે પોતાનાં પત્નીના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી પતિએ યુવકના મોટા ભાઈને ઢોર માર માર્યો હતો. તેમજ ફરિયાદીની સાથે આવેલ તેના કાકાને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના બાદનપર ગામે રહેતા નરેન્દ્રભાઇ મોહનભાઇ સાવરીયાના નાના ભાઇ જયેશને આરોપી જયેશ પરસોતમભાઇ સાવરીયા તેની પત્ની વૈશાલી સાથે અઠવાડીયા પહેલા ખેતરના શેઢે વાતોચીતો કરતા જોઇ જતા તેની શંકા રાખી ગત તા.4-12-2022 ના રોજ ફરિયાદી  નરેન્દ્રભાઇ તથા કાકા મનોજભાઇ એમ બન્ને ખેતરનુ રખેવાળુ કરવા ગયેલ હોય ત્યા બાદનપર ગામ ખાતે રહેતા જયેશ પરસોતમભાઇ સાવરીયા, કિશોર પરસોતમભાઇ સાવરીયા, રસીક બાબુલાલ સાવરીયા અને લાલા બાબુલાલ સાવરીયા હાથમાં લાકડાના ધોકા લઇને ગયેલ અને નરેન્દ્રભાઇ તથા કાકા મનોજભાઇને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.