Abtak Media Google News

સર્વે માટે ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવા કોર્પોરેશનની અપીલ

કેન્દ્ર સરકારની “પ્રધાનમંત્રી આવાસ યોજના” અનુસંધાને સરકાર દ્વારા કેવા પ્રકારના આવાસ બનાવવા જોઈએ તે અંગે માહિતી પ્રાપ્ત કરવા એક ઓનલાઈન જનરલ સર્વે કરવામાં આવી રહયો છે. આ સર્વેમાં ઇચ્છુક લોકો પોતાની જાતે જ વિનામૂલ્યે ઓનલાઈન માહિતીની એન્ટ્રી કરી શકે છે. આ કામગીરી માટે ઓોરિટી તરફી કોઈ એજન્ટ નિયુક્ત કરવામાં આવેલ ની. આ સર્વે મારફત સરકાર આમજનતા પાસેી માત્ર માહિતી એકત્રિત કરે છે. આ સર્વેનું ફોર્મ ઓનલાઈન ભરવાથી આવાસ મળી જતું ની.

શહેરના લોકો આ બાબતી વાકેફ ના હોય તે પણ શક્ય છે. માહિતીના અભાવના કારણે લોકો કોઈના કહેવાથી ખોટીરીતે દોરવાઈ ના જાય તે જરૂરી છે. આી રાજકોટના તમામ લોકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એવી અનુરોધ કરવામાં આવે છે કે, સરકાર તરફી આ નિ:શુલ્ક ઓનલાઈન સર્વે માટે પણ કોઈ એજન્ટને કામ સુપરત કરવામાં આવેલ ની. લોકો જાતે જ ઓનલાઈન સર્વેમાં માહિતી આપી શકે છે. આમ લોકોએ આવાસની લાલચમાં આવી જઈને કોઈના દોરવાયા દોરવાવું નહી. તેમજ આ સર્વે અનુસંધાને કોઈ પણ વ્યક્તિ સાથે નાણાંકીય વ્યવહાર કરવો નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.