Abtak Media Google News
વિજય થાય તે માટે ભુદેવ કાર્યર્ક્તાઓએ માઈક્રોપ્લાનીંગ સાથે ચૂંટણીલક્ષ્ાી કામગીરી કરી  ભાજપતરફી મતદાન કરાવી સહભાગી બન્યા : રામભાઈ મોકરીયા

રાજયસભાના સાંસદ અને સૌરાષ્ટ્ર બ્રહમકમિટિના ચેરમેન રામભાઈ મોકરીયાની એક અખબારી યાદીમાં જણાવ્યુ હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરીણામ આવી ગયુ છે અને રાજયમાં ભારતીય જનતા પાર્ટીને તોતીંગ બહુમતીથી જીત હાંસલ થતા  સર્વત્ર કેસરીયો માહોલ સર્જાયો છે  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તથા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જીન સરકારના અથાક પ્રયત્નોથી રાજયમાં ભારતીય જનતા પાર્ટીને તોતીંગ બહુમતી મળી છે.  ત્યારે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય અને તેમાં બ્રાહમણોનું મહત્વનું યોગદાન રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય નેતૃત્વ ધ્વારા ગુજરાતમાં ઉતરપ્રદેશની પેર્ટન મુજબ બ્રહમકમિટિની રચના કરવામાં આવેલ, જેના ચેરમેન તરીકે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ  જવાબદારી સંભાળેલ, તે અંતર્ગત   સૌરાષ્ટ્રમાં રાજયસભાના સાંસદ  રામભાઈ મોકરીયા ધ્વારા બ્રહમસમાજના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવેલ અને રાજકોટ મહાનગરની ચારેય વિધાનસભામાં પણ બ્રાહમણોને જવાબદારી  સોંપી માઈક્રોપ્લાનીંગ સાથે આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે લોકશાહીના આ મહાયજ્ઞમાં રાજકોટ શહેરમાં સમાવિષ્ટ વિધાનસભા 68- રાજકોટ પૂર્વ, 69-પશ્ર્ચીમ, 70-દક્ષ્ાીણ, 71- ગ્રામ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય તે માટે સંગઠીત બની રાજકોટ શહેરની ચારેય વિધાનસભા સીટ ઉપર ભાજપને ભવ્ય જીત અપાવવા બદલ શહેરના ભુદેવોનો જાહેર આભાર વ્યક્ત કરતા રાજયસભાના સાંસદ અને ભાજપ બ્રહમકમીટીના ચેરેમન રામભાઈ મોકરીયા એ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાકાળથી જ ભુદેવો પાર્ટીની વિચારાધારા સાથે રહયા છે અને બ્રાહમણોનું મહત્વનું યોગદાન રહયું છે.

ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઐતિહસિક જંગી જીતને વધાવવા  ભાજપ બ્રહમપિરવાર ધ્વારા મારૂતી હાઉસ ખાતે વિજયોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનિલભાઈ દેશાઈ, પિયુષભાઈ શાહ, જીતુભાઈ મહેતા, પી.સી. વ્યાસ, કીરીટભાઈ પાઠક, અજયભાઈ જોષી, બંકીમભાઈ મહેતા, કશ્યપભાઈ ભટૃ, અશ્ર્વીનભાઈ મહાલીયા, તુષારભાઈ બસલાણી, તરૂણભાઈ માથુર, અશ્ર્વીનભાઈ ગોસાઈ, એન.ડી. ચાવડા, આબીદ સોસન, કમલેશ ડોડીયા, બકુલભાઈ જાની, અનીલ ગોગીયા, જયેશભાઈ સંઘાણી, મોનીશાઈ જોષી, સીમર રાણીંગા સહિતના ઉપસ્થિત રહેલ. આ તકે રાજયસભાના સાંસદ અને બ્રહમકમિટિના ચેરમેન રામભાઈ મોકરીયાએ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.