Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

નવી ઓફિસ શિફ્ટ કરવા અથવા નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે દિવસ અનુકૂળ નથી. નિયમિત કામોથી પૈસાનો લાભ મેળવી શકાય છે. તમે લોન લેવાનું મન બનાવી શકો છો. વ્યવસાયિક ભાગીદાર અથવા નજીકના સહયોગી સાથે મુશ્કેલી થઈ શકે છે. બિઝનેસ મેન માટે આજનો દિવસ ખાસ રહેશે, કોઈ ખાસ ડીલ ફાઈનલ થશે.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

બેરોજગારોને રોજગાર મળી શકે છે. તમારી ઉપર જવાબદારી વધારે રહેશે. તમારા કામનો ભાર અન્ય સભ્યો સાથે પણ વહેંચવાની કોશિશ કરો, નહીંતર તમારા વ્યક્તિગત કામ અટકી શકે છે. કોઈપણ પરિસ્થિતિને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

જો તમારે કોઈ વ્યક્તિ, બેંક કે સંસ્થા પાસેથી લોન લેવી હોય તો ન લો, આજે લીધેલી લોન ચુકવવા માટે મુશ્કેલી થઈ શકે છે. તમને જૂના મિત્રોનો સહયોગ મળશે અને સારા મિત્રોના સાથમાં વધારો થશે. અટકેલા કામની ચિંતા ન કરો, કારણ કે આજે એ કામ થઈ જશે. કેટલાક કામ અંગે કર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ ફાયદાકારક રહેશે.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

દિવસની શરૂઆતમાં કોઈ વાતને લઈને ચિંતા સતાવતી રહેશે. મનમાં ઉત્પન્ન થતી ચિંતાને લીધે જ કામ કરવા માટે પોતાને પ્રેરિત કરો. હાલના સમયમાં જે જવાબદારીઓ તમારી ઉપર છે તેનો બોજો લાગશે. પરંતુ સમય બદલાત જ પરિસ્થિતિઓ થાળે પડી જશે. આજે કાર્યક્ષેત્રમાં અધિકારી સાથે અથવા વેપાર ક્ષેત્રમાં વેપારી સાથે અણબનાવ થઈ શકે છે. તમે તમારી કાર્ય કુશળતાથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

જો સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ સતાવતી હોય તો તેને અવોઈડ ન કરો. માનસિક રીતે થતી તકલીફને લીધે આસપાસની પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરવો પડશે. જેટલી તમારી ક્ષમતા છે માત્ર એટલી જ જવાબદારીઓ નિબાવો. લોકોની ટીકાઓનો જવાબ આપવા માટે હાલ ઉપયુક્ત સમય નથી.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

સમજી વિચારીને કામ શરૂ કરો, તો જલ્દી જ તમારું કામ પૂર્ણ થવાની સંભાવના છે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઇ સામે ન કરો. ધ્યાન રાખો કે તમારી યોજના ઉજાગર થવાથી કોઈ અન્ય વ્યક્તિ તેનો દુરૂપયોગ પણ કરી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા કરવી પણ યોગ્ય નથી. ચાલી રહેલા પ્રોજેક્ટ અને કામોમાં અડચણો આવી શકે છે.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને નવી તકો મળશે. વ્યવસાયમાં કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે.મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે ઘણો લાભદાયક છે. ચાલુ કાર્યોમાં સાવધાન રહેવું. કાર્યક્ષેત્રમાં પ્રભાવ અને કીર્તિ, વિઘ્ન વિરોધ હોવા છતાં પણ તકો મળશે અને કાર્ય સિદ્ધ થશેઆજે નવા કામ અને નવા વ્યવસાયિક સોદા સરળતાથી થઈ શકે છે. વ્યવહાર કરવા માટે દિવસ સારો રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

નવી ઓફર પણ મળી શકે છે. ઓફિસમાં ગુસ્સાસભર અને તણાવની સ્થિતિ રહેશે. નાણાં અંગે પરિવાર સાથે વિવાદ થઈ શકે છે. લાગણીમાં વહીને કોઈ પણ કામ ન કરો, નહીંતર નુકસાન થવાની સંભાવના છે. બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિ કે સંગતિની જાણ થવાથી મન પરેશાન રહી શકે છે. તમે તમારી સમજણથી સમસ્યાનો ઉકેલ પણ શોધી લેશો. કોઈપણ પ્રકારનું પેમેન્ટ લેવામાં સાવધાની જાળવો.

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ કરવાનું ટાળો અથવા રોકાણ ટાળવું વધુ સારું રહેશે. કોઈપણ વ્યવહાર કરતા પહેલા બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. આજે પરિવાર સાથે ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. તમારો પોઝિટિવ વ્યવહાર પારિવારિક સમસ્યાઓને શ્રેષ્ઠ રીતે ઉકેલ કરવામાં મદદગાર રહેશે. કોઈ અટવાયેલું સરકારી કામ આજે પૂર્ણ થઈ શકે છે.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

આજે તમે નવો વ્યવસાય શરૂ કરી શકો છો. ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી સુખમય વાતાવરણ રહેશે. રાજનૈતિક સંપર્ક બનશે જે લાભદાયી રહેશે. તમારું વર્ચસ્વ જાળવી રાખવાનો આ ઉત્તમ સમય છે. સંપત્તિને લગતું કોઈપણ કામ આજે પૂર્ણ થઈ શકે છે. કામને લગતી વાતો તો પૂરી થશે પરંતુ વ્યક્તિગત જીવનમાં જે સમસ્યાઓ પેદા થઈ છે તેનું સમાધાન ન મળવાને લીધે મનમાં ચિડ રહેશે. જેની અસર તમારા સ્વભાવ અને જીવનના કેટલાક પહેલૂઓ પર નજર આવી રહી છે. લક્ષ્ય પ્રાપ્તિ કેવી રીતે કરવી છે, તેના કરતાં લક્ષ્ય શું રાખ્યું છે તેની ઉપર ધ્યાન આપો.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

આજે તમને તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો લાભ મળી શકે છે. આજે અટકેલા કામો પૂર્ણ થશે. જો તમારે કોઈ કામમાં રોકાણ કરવું હોય તો તેને ખુલ્લા દિલથી કરો, જે ભવિષ્યમાં તમને લાભ અપાવશે. આર્થિક બાબતોનો ઉકેલ આવશે. નવી તકો મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

બિનજરૂરી ખર્ચ વધી શકે છે. નોકરી કરતા લોકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી જોઈએ. નજીકના લોકો સાથે મુલાકાત અને મનોરંજનમાં સમય પસાર થશે. અનુભવી વ્યક્તિઓ સાથે તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. ઘરમાં બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળવાથી ઉત્સવનું વાતાવરણ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.