Abtak Media Google News

આજના યુગમાં આનંદમય જીવન જ તંદુરસ્ત આયુષ્ય આપે છે: જીવનમાં સુખ દુ:ખ આવતા જ રહે છે પણ સદા આનંદોત્સવ જ જીવનનું સાચુ સુખ છે: મસ્તીની સુગંધ વગર માનવ જીવન વ્યર્થ  કહેવાય

 

અત્યારે તો  માણસને  મોજ કરતા આવડવું જોઈએ, બીજાું કંઈ ન આવડે  તો ચાલશે પણ પોતાની જાત  સાથે જોયફુલ લાઈફસભર  જીવનની મજા  લેતા રહેવું પડશે

આપણાં જીવનમાં આપણને સુખ કેમ મળે ? આ પ્રશ્ર્નનો જવાબ પોતાની જાતને  પૂંછવો જોઈએ.  આજનાં યુગમાં કોઈ કોઈનું નથી, બધા સ્વાર્થમય છે, કામ  હોયતો બોલાવે નહિંતર   ઓળખતા  પણ નથી સ્વ નિજાનંદએ જીવન જીવવાની   ફિલસુફી છે.  નવા યુગમાં, નવી રીતે જીવન જીવવું  હોયતો પોતાનીજાતને   પ્રેમ કરતાં શીખી જજો. કોઈ  તમને સાથ આપે કે ન આપે તમારે તમારી જાત  સાથે પ્રિત કરીને મળેલા સુખને   એક અવસર  આપો અત્યારે પૈસાએ સુખ નથી પણ તંદુરસ્ત જીવન એ સાચી મુડી છે. જીવનમાં સુખ-દુ:ખ તો આવ્યા જ    કરવાનું   તેની સાથે હિંમત  હારી જવાથી કશું થવાનું નથી. મન મકકમ કરીને  આનંદમય જીવન જીવવાની શરૂઆત કરી દો બધુ બરોબર થઈ જશે.

જન્મ અને મૃત્યુ નકકી  જ છે પણ આ વચ્ચેના ગાળાને સંસાર જીવન કહેવાય છે. તેમાં પરિવારમાં  પતી-પત્ની મા-બાપ-બાળકો જેવા સભ્યોથી  પોતીકો પરિવાર બને છે. પહેલાના જમાનામાં વડિલની છત્રછાયાને કારણે વ્યવસ્થિત ચાલતું હતુ  પણ આજે જનરેશન ગેપ, વિચારોમાં પરિવર્તન અને સહનશીલતાના અભાવે પરિવારોમાં વિચ્છેદ કર્યાને વિભકત કુટુંબોની નવી સદી આવી ગઈ.  અત્યારે તમને   બીજાું થોડુ ઓછુ  આવડતું હશે. તો ચાલશે પણ  આનંદથી જીવન જીવતાં આવડી જાયતો કોઈના સહારાની જરૂર નથી.

‘ચલ અકેલા… ચલ અકેલા… તેર મેલા પીછે છૂટા’

સંસાર યાત્રામાં દુખ કે દુ:ખ માણસે  પોતે જ  સહન કરવાના હોય છે.થોડી   મદદ મળે છે પણ આખરે તો   એકલાજ જીવન સાથે જજુમવાનું હોય છે. જે માણસ પોતાની જાતને પ્રેમ કરે છે તેજ સાચુજીવન  જીવી શકેછે.  માનસીક તાણ વગર ગમે તે સ્થિતિમાં  જોયફુલ રહી શકનાર માનવી આજના યુગમાં શ્રેષ્ઠ તંદુરસ્ત ‘હેપીનેસ’ લાઈફ માણે છે,  જીવનમાં આપણે એકલાજ   આવ્યા છીએ અને  એકલાજ  જવાના છીએ પછી  બધાની ચિંતા છોડીને  પોતાની જાતની ચિંતા કરો ને   તેનોસ્વવિકાસ કરીને સકારાત્મક વિચારો થકી ઉમદા જીવન માણવું  જોઈએ.

કોઈ આપણને પુછે કે  આ જીવનનો હેતુ  શું ? આપણે શુંકામ આવ્યા ? શુ કરવાનું ? આ બધાનો કોમન જવાબ હશે અહિં જીવન જીવવાને રહેવા, આયુષ્ય હશે તેટલું રહેશુ પછી ચાલ્યાજવાનું આનંદ મોજ   મસ્તીથી જીવન જીવો નેતો તેનો ભાર ન લાગે  અને પરિવારમાં સૌ સાથે હળી મળીને  રહો ને તો સૌ દોડીને મદદ કરવા આવી જાય. સ્વભાવ પણ સારા જીવન માટે જરૂરી છે.   માણસ જ એક સામાજીક  પ્રાણી છે. તેથી તે સમાજમાં પોતાનું   અસ્તિત્વ સાથે તેના વારસદારોનું નિર્માણ કરને  એક પેઢી મૂકતો જાય છે.

જીવનને  પોતાની જાત સાથે જોડવાથી એક અનેરો   આનંદ મળે છે.  આજકાલ સિનિયર  સિટીઝનો ગ્રુપ બનાવીને   લાઈફ હેલ્થ કે  લાફીંગ કલબમાં  જોડાઈને  મોજ કરતાં જોવા મળે છે. પૈસાદાર છે એટલે જ સુખી જ  હોય તેવું માનવું   નહી ઝુપડપટ્ટીમાં રહેનારો ગરીબ સાવ કંગાળ સ્થિતિમાં  પણ મોજથી રહે છે. જીવન આનંદ માટે વિવિધ  કલા તમને પ્રોત્સાહિત  કરે છે.  આત્મા એકલોજ છે. અને  તે પોતાનો માલિક છે. તેથી સારૂ બધુ જ તે   એકલો ભોગવતો હોય છે. તેમ જો આપણે  આપણું જીવન   બિજાની ચિંતા છોડીને   સ્વનો ખ્યાલ રાખીએ તો આપણે પણ  સંપૂર્ણ નિજાનંદ  માણી શકીએ છીએ.

આજની 21મી સદીમાં પ્રેમ-હુંફ, લાગણી-વિશ્ર્વાસ જેવા મહાન શબ્દો  પુસ્તકમાં જોવા મળે છે, સમાજ જીવનમાં તેનો લોપ થઈ ગયો છે. પહેલા તો કોઈકને મુકવા જતાને તોય આંખો ભીની થઈ જતી હતી. ને આજે  સ્મશાનમાં  પણ આપણી આંખો    કોરી રહે છે.  આપણે તોખુશ રહી એ પણ બીજાને  પણ ખુશ જોઈએ ત્યારે આપણો આનંદ બેવડાઈ જાય છે.

‘જીંદગી બદલવા માટે લડવુ પડે છે, તેને સહેલી કરવા સમજવું પડે છે’

 

જીવન કે  જીંદગી એક સુહાની સફર છે, તેમાં કાલે શું થશે  નો કોઈ ને ખબર નથી આવી સમજ હોવા છતાં   આપણે નાહકની  ચિંતા  કરીને આપણી તંદુરસ્તી બગાડીઅ્રે છીએ. આજકાલ માનવી પૈસા પાછળની  આંધળી  દોટ લગાવવામાં જ જીવન નષ્ટ   કરી નાંખે છે. જીંદગી છે તો મંજીલ છે, અને મંજીલ છે તો રફતાર છે, અનેપછી થાક છેજે એક પડાવ છે, મુકામ છે પરિવારના લાલન-પાલનની જવાબદારી સાચી પણ આપણું  પણ જીવન છે તે વાત સૌએ  યાદ રાખવાની છે.

સુખી જીવન કેવી રીતે જીવવું ? આ પ્રશ્ર્ન દરેક  વ્યકિતએ પોતાની   જાતને પૂછવો પડે. આજે બધા સુખી  જીવન જીવવા  માંગે છે. બધા લોકોની સુખની વ્યાખ્યા જુદી જુદી હોય શકે છે. પણ તમારી આસપાસની દુનિયા વિશે સકારાત્મકતા અનુભવીને  શીખવું,  આનંદ સાથે જીવવું   એજ અર્થપૂર્ણ જીવન જીવવામાં સહાયભૂત થાય છે. નબળા વિચારો    સુખમાં  પણ દુ:ખ લાવે છે.  આપણા વિચારો જ  આપણા જીવનને દિશા આપતા હોવાથી  હંમેશા તે  બાબતે સતર્કતા રાખવીને  સકારાત્મક વિચારો   રાખવા. આપણા વિચારોમાં  જીવન બદલવાની શકિત હોય છે.

દરેક માનવીએ  આનંદની અનુભૂતી થતા દરેક કાર્યો અને  ક્ષણને  માણવી જોઈએ. જીવન પ્રત્યેનો સંતોષ અને તેનો નિજાનંદ જ  તમને શ્રેષ્ઠ આનંદમય વર્તમાન    આપે છે.તંદુરસ્ત જીવન એ પણ સકારાત્મક વિચારોની જ દેન છે. કોઈ પાસેથી અપેક્ષા ન રાખવી ને તમારી પાસે જે છે તેમાં ખુશ રહો. તમારી તુલના કયારેય  અન્ય સાથે ન કરવી અને પોતાની  જાતને  સૌથી વધુ  પ્રેમ કરતાં રહેવું. સુખની લાગણી આનંદ અને સંતોષ સાથે  મળતી જોવા મળે છે. બાકી તો ‘જીવન ચલને કા નામ, ચલતે રહો સુબ હો શામ’

‘જીયો’ જી ભર કે: શિખતા રહો જીવન સાથે

 

શાંતિ અને આનંદ સાથેની  જીંદગી કેને નગમે ? આજે બધા તેની વ્યસ્ત  જિંદગી  સાથે આનંદ   શોધવાની   કોશિષ કરતાં જોવા મળે છે. ત્યારે ‘જીવો’ જી ભરકે: શિખતા રહો જીવન સાથે  જ ખરા અર્થનું  જીવન છે.  જીવનમાં  થોડો બદલાવ, જીવનને સરળ બનાવો, આસપાસની વ્યકિત સાથે  જોડાવ, વાતાવરણ સાથે સમય વિતાવો  ત્યારેજ જીંદગી  સરળ બનશે અને આનંદિત બનશે.જીંદગીને પણ ‘લવ યુ’ કહેતા  હવે શીખવું જ પડશે. જીવન જેટલું   રસમય બનાવશો  તેટલો તમોને  આનંદ વધુ મળશે. પળેપળના  જીવનનાં દરેક પ્રસંગોને   એક ઉત્સવની જેમ ‘કુછ મીઠા હો જાય’ની જેમ ઉજવો અને હેપ્પી લાઈફનો આનંદ માણો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.