Abtak Media Google News

કોઈ પણ માણસમાં જો સુટેવ હોય તો કુટેવ પણ હોય છે. લોકો આવી અનેક અદાતોથી જોડાયેલા હોય છે. ત્યારે એક બાળકીને વાળ ખાવાની આદત ભારે પડી હતી. આ આદતથી તેના પેટમાં બે કિલો વજનની લાંબા વાળના ગુંચડાની ગાંઠ થઈ ગઈ હતી જે ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરની છે જ્યાં તલોદ તાલુકાના એક ગામની કિશોરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી આ આ કિશોરીને પેટનો દુખાવો અને દુખાવો અને સતત ઉલ્ટી થઈ રહી હતી ત્યારે તેને સારવારથી હિંમતનગર સીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે કિશોરી ટ્રાયકોબેઝર હોવાનું બહાર આવ્યું હતું. અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તેનું બે કલાક સુધી ઓપરેશન કરી બે કિલો વજનની ગાંઠ કાઢી હતી

સોનોગ્રાફીમાં કરતા જાણવા મળ્યું કે પેટમાં વાળની ગાંઠ

16 વર્ષીય જ્યોત્સ્નાબેન ઝાલાને એક મહિનાથી પેટમાં દુઃખાવો, ઊલટી વારંવાર થવી અને બે દિવસથી કબજિયાત હતી. દર્દીની જેને લઈને સિવિલ હોસ્પિટલના તબીબે તપાસ કરી હતી અને સોનોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં આંતરડામાં (વાળની ગાંઠ) જોવા મળી હતી.

Screenshot 5 14

માનસિક રીતે અસ્પષ્ટ બાળકોને વાળ ખાવાની ટેવ હોય છે: ડો. વિપુલ જાની

ઓપરેશન દરમિયાન આ કિશોરીના જઠર અને નાના આંતરડા માં ફેલાયેલા વાળની ગાંઠને કાઢવામાં આવી હતી ત્યારે સામાન્ય રીતે માનસિક રીતે અસ્પષ્ટ બાળકો વાળ ખાવાની ટેવ ધરાવતા હોય છે અને આ વાળ લાંબા સમયે જઠર અને આંતરડામાં ગાંઠ રૂપે થઈ જતા છેલ્લે તે ઓપરેશન કરીને બહાર કાઢવા પડતા હોય છે .

સિવિલના ડોક્ટરોએ ઓપરેશન કરીને ગાઢ કાઢ્યા બાદ કિશોરી સંપૂર્ણપણે સ્વસ્થ દેખાઈ રહી હતી, અત્યારે સિવિલના ડોક્ટરોએ આ યુવતી ની કાઉન્સેલિંગ કરવાની પણ સલાહ આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.