Abtak Media Google News

ગવર્મેન્ટ જોબ મેળવવા અનેક વિદ્યાર્થીઓ માટે દિવસ રાત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે આવા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ ટુની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે

ગૌણ સેવાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની શરૂઆત કરી છે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ-૨ ની પરીક્ષા ની તારીખ જાહેર કરવામાં આવે છે. ત્રણ જાન્યુઆરીથી સાત જાન્યુઆરી સુધી એટલે કે  પાંચ દિવસ પરીક્ષા ચાલશે. જેમાં તમે આજથી જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવક-યુવતીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકા પંચાયતની પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.  ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા જુનિયર ક્લાર્કની પરિક્ષા 08 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી પરીક્ષા 29 જાન્યુઆરી 2023ને રવિવારના રોજ સવારે 11 વાગ્યે યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.