Abtak Media Google News

દેને વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે

રાજકારણમાં એક જ દિવસમાં કેનો સિતારો ચમકી જાય અને અને કેનો સૂરજ આથમી જાય તેનું કઇ નક્કી રહેતું નથી. આવું જ બિહારની ગયા કોર્પોરેશનની ચૂંટણીમાં થયું છે. 40 વર્ષથી જે મહિના કોર્પોરેશનમાં જ સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા તે જ મહિલા ડે. મેયર બની ગયા છે.

બિહારનાં ગયા નગર નિગમની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે અને ચીફ કાઉન્સિલર તરીકે વીરેન્દ્ર પાસવાન અને ડેપ્યુટી ચીફ કાઉન્સિલર તરીકે ચિંતા દેવીની જીત થઈ છે. ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચિંતા દેવી સિવાય 10 વધુ ઉમેદવારો આ વખતે ડેપ્યુટી મેયરના ઉમેદવાર તરીકે મેદાનમાં હતા.

પરંતુ ચિંતા દેવી રેકોર્ડ મતોથી જીતીને ડેપ્યુટી મેયરનું પદ સંભાળશે. ચિંતા દેવીને કુલ 50417 વોટ મળ્યા જ્યારે બીજા ઉમેદવારને 34754 વોટ મળ્યા. આ રીતે ચિંતા દેવી લગભગ 16000 મતોથી જીત્યા.જો ચિંતા દેવીની વાત કરીએ તો તે છેલ્લા 40 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. કચરો ઉપાડવાનું અને ઝાડુ પાડવાનું કામ કરતા. પરંતુ આ વખતે ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયરના પદની અનામતને કારણે ચિંતા દેવીએ ચૂંટણી મેદાનમાં મેદાન માર્યું અને જનતાના સંપૂર્ણ સમર્થન સાથે વિક્રમી મતોથી જીત મેળવી. સમગ્ર મહાનગરપાલિકાના સફાઈ કામદારો ઉપરાંત શહેરની જનતાએ તેમને ખૂબ સાથ આપ્યો હતો. ચિંતા દેવીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને સફાઈ કામદારો ઉપરાંત વિવિધ રાજકીય પક્ષોનો ટેકો મળ્યો હતો.

ચિંતા દેવીએ કહ્યું કે યુનિયનના લોકોએ સમર્થન આપ્યું અને ચૂંટણી લડવાની વાત કરી અને લોકોએ સંપૂર્ણ સમર્થન આપ્યું. પૂર્વ ડેપ્યુટી મેયર મોહન શ્રીવાસ્તવે પણ ટેકો આપ્યો હતો. અગાઉ તે 40 વર્ષથી મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેઓ આગામી દિવસોમાં ગયા શહેરનો ચહેરો બદલી નાખશે અને દરેક ગલીમાં ગટર અને રસ્તાઓ બનાવશે. કચરો પણ નિયમિત ઉપાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.