Abtak Media Google News

મહીસાગર : બાલાસિનોરમાંથી રૂ.૨૧ લાખની જીવલેણ ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એકની ધરપકડ

જી.આઇ.ડી.સીમાં આવેલા ગોડાઉન માંથી કુલ ૧૨ હજારથી વધુ ફિરકી પોલીસે કરી જપ્ત

ઉત્તરાયણના તહેવારને માત્ર ગણતરીના દિવસો જ હવે બાકી રહ્યા છે.ત્યારે પ્રતિબંધિત જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસની લાખ આંખ કરી છે.જેમાં જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમોની અટકાયત કરી ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી રહી છે. તેમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાંથી ગુજરાત પોલીસે ચાઇનીઝ દોરી પરની સૌથી મોટી રેડ કરી છે.જેમાં કુલ. 21.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

Img 20230106 092422

વિગતો મુજબ મહીસાગર જિલ્લાની બાલાસિનોર પોલીસે બાતમી આધારે શહેરની જી.આઈ.ડી.સીમાં પ્લોટ નંબર સી.૧૪૬ના ગોડાઉનમાંથી પ્રતિબંધિત જીવલેણ ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં જી.આઈ.ડી.સી.ના ગોડાઉનમાં ઈદ્રિશ ઈસાક શેખ (રહે. બાલાસિનોર)ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં સ્ટોક કરી વેચાણ કરતો હતો. જેવી બાતમી બાલાસિનોર પોલીસને મળી હતી. જે બાદ પોલીસે ત્યાં રેડ કરી હતી. જ્યાં પોલીસને કુલ ફીરકી 12,542 નંગ મળી આવી છે. જેની કુલ કિંમત કિંમત રૂપિયા 21,28,180ની ગણવામાં આવી છે. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

Img 20230106 092457

ઉલ્લેખનીય છે કે, મહીસાગર પણ ચાઈનીઝ દોરી વેચાણ પર પોલીસે રેડ કરી હતી. જેમાં લુણાવાડા શહેરના કસ્બા જવાહર રોડ ખાતે રહેતો ગફુરખાન અહેમદખાન પઠાણ જે પોતાના ઘરે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો. જ્યાં પોલીસે રેડ કરી ચાઈનીઝ દોરીના 75 નાના મોટા ફિરકા ઝડપી પાડ્યા હતા. જેની કુલ કિંમત 28,500 છે. તેમજ આરોપીની અટકાયત કરી લુણાવાડા પોલીસ સ્ટેશનના ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ગઈ કાલે જ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લુણાવાડા તાલુકાના નવા રાબડીયા તેમજ હાડોડ ખાતેથી કુલ 64 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા ઝડપી પાડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.