Abtak Media Google News

WhatsApp  પોતાના યુઝર્સને આકર્ષવા માટે અલગ- અલગ ફીચર્સ લાવતું હોય છે. તેના આધુનિક અને અવનવા ફીચરના લીધે જ લોકો WhatsApp યુઝ કરવાનું વધુ પસંદ કરે છે ત્યારે હવે WhatsApp વધુ એક ધમાકેદાર ફીચર લાવ્યું છે જેમાં હવે તમે ઇન્ટરનેટ વગર પણ  WhatsAppમાં ચેટ કરી શકશો.

WhatsAppએ વિશ્વભરમાં પ્રોક્સી સપોર્ટ લોન્ચ કર્યો છે. હવે પ્રોક્સી સપોર્ટ દ્વારા યુઝર્સ ઈન્ટરનેટ વગર WhatsApp ચલાવી શકશે. તેઓ ઇન્ટરનેટ વિના તેમના મિત્રો સાથે ચેટ કરી શકશે. વોટ્સએપનું નવું ફીચર યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે.

WhatsApp યુઝર્સ હવે આ પ્લેટફોર્મ પર ઈન્ટરનેટ વગર કનેક્ટ થઈ જશે. જો તે જ્યાં રહે છે ત્યાં ઇન્ટરનેટ ઉપલબ્ધ ન હોય તો પણ તે WhatsAppનો ઉપયોગ કરી શકશે. વોટ્સએપના આ ફીચરની મદદથી યુઝર્સ વિશ્વભરની સંસ્થાઓ અને સ્વયંસેવકોના પ્રોક્સી સર્વર સેટઅપ સાથે જોડાયેલા રહી શકશે.

WhatsApp ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અમે મુક્ત અને ખાનગી રીતે વાતચીત કરવાના તમારા અધિકારો માટે લડતા રહીશું. હવે, જ્યારે WhatsApp સાથે સીધું કનેક્ટ કરવું શક્ય ન હોય, ત્યારે તમે લોકોને મુક્તપણે વાતચીત કરવામાં મદદ કરવા માટે સમર્પિત વિશ્વભરના સ્વયંસેવકો અને સંસ્થાઓ દ્વારા સેટ અપ કરેલા સર્વર દ્વારા કનેક્ટેડ રહી શકો છો.

પ્રોક્સી સર્વર શું છે?

 

પ્રોક્સી સર્વર એટલે કે જ્યારે તમે પ્રોક્સી સર્વર દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, ત્યારે તમારી ઓળખ છુપાયેલી રહે છે. પ્રોક્સી સર્વર વેબસાઈટના વપરાશકર્તા અને સર્વર વચ્ચેના માધ્યમ તરીકે કાર્ય કરે છે.

આ નવું ફીચર WhatsAppના સેટિંગ મેનૂમાં છે. આ માટે તમારે તમારા ફોનમાં WhatsAppનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ. વોટ્સએપ અનુસાર, જો તમારી પાસે ઈન્ટરનેટની ઍક્સેસ છે, તો તમે સર્ચ એન્જિન અથવા સોશિયલ મીડિયા પર વિશ્વસનીય પ્રોક્સી સ્ત્રોતો શોધી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.