Abtak Media Google News

અકસ્માતે કુવામાં ખાબકી પડતી યુવતીને બચાવતા પોલીસ જવાન

ઉનાના ખડા ગામની સરકારી પ્રાથમિક શાળાની સામે આવેલ જાહેર કુવાના કાંઠા પાસે 17 વર્ષની વર્ષા વાળા નામની યુવતી ઘરેથી પોતાના પરીવારના કપડા લઈ ધોવા માટે આવેલ અને દોરડા વડે વાસણ બાંધીને પાણી સીંચવા જતાં અકસ્માતે કુવામાં ખાબકી પડતાં આ દ્રશ્ય ત્યાં રમતા શાળાના બાળકોએ નજરે નિહાળી ઘુબાકાના અવાજ સાંભળી બુમાબુમ મચાવતા શાળાનાં શિક્ષકો દોડવા લાગ્યા હતા. આજ સમયે ત્યાંથી પેટ્રોલિંગમાં નિકળેલા નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ચૌહાણએ બુમાબુમ સાંભળતા કંઈ પણ વિચાર કર્યા વગર પોતાની જીંદગી જોખમમાં મુકી દોરડાની ટ્રેનિંગનાં અનુભવનો ઉપયોગ કરી માત્ર 50 જેટલી સેક્ધડમાં કુવામાં ઉતરી 35 ફુટ ઉંડા કુવામાં પાણીમાં ડુબી રહેલી યુવતીને 3 મીનટની ઘડીમાંજ દોરડાના સહારે બહાર કાઢી લીધી હતી.

Advertisement

અને ત્યાં શાળાના આચાર્યની પાસે રહેલી કારમાં નાખી તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડીને વર્ષા મેઘાભાઈ વાળા ઉ.વ.17ની જીંદગી બચાવીને માનવતાની ફરજ નિભાવતા આ કર્તવ્ય અને નિડર પોલીસ મેનની બહાદુરીને સમગ્ર ગ્રામજનો શાળાના શિક્ષકો છાત્રોએ બિરદાવી હતી. પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ચૌહાણ દોરડાની ટ્રેનિંગ મેળવી હોય અને તેના અનુભવો જોગાનુ જોગ ખડા ગામેથી પસાર થયા ત્યારે બપોરના પોણા બે વાગ્યાના સમયે આ કુદરતી અકસ્માત સર્જાયો હતો. યુવતી પાણીમાં ડૂબે તે પહેલાંજ તેનો જીવ બચાવી લેવાયેલ હતી. ગભરાયેલી યુવતીને સમયસર તબીબ સારવાર મળી જતાં સંપૂર્ણ ભાનમાં આવી જતાં પરીવારજનો દ્વારા પોલીસ કોન્સ્ટેબલનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ સાચા અર્થમાં પોલીસ પ્રજાનું દર્પણ હોવાનું લોકોને એહસાસ કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.