• બે માસ પછી લગ્નગ્રંથીથી જોડાઈ તેે પહેલા અકસ્માતમાં  બંને મોત થતા પરિવારમાં શોક છવાયો

જામખંભાળીયાના લિબડી ગામે અકસ્માતની ઘટનામાં 15 દિવસ પહેલા જેનું જલ  દેવાયુ હતુ તે નાગવદર ગામની યુવતી અને  ગોંડલ ગામના  યુવકનું  અકસ્માતમાં  મોત થતા બંનેના પરિવારમાં ભારે ગમગીનીનું મોજુ  છવાયું હતુ.

નાગવદર ગામે રહેતા અને  ખેતી કામ કરતા  ગોપાલભાઈ કચરાભાઈ ગજેરાની પુત્રીનું 15 દિવસ પહેલા ગોંડલના પટેલ યુવાન હર્ષ દિલીપભાઈ સોજીત્રા સાથે જલ વિધી થઈ હતી. બે માસ બાદ બંનેના લગ્ન થવાના હતા પણકુદરતે કાંઈક  અલગ જ  લખ્યું હતુ તેમ જેની જલવીધી થઈ હતી તે છાયાબેન બે દિવસ પહેલા તેની  પિતરાઈ બહેન જામનગર રહેતી હોય ત્યાં ગયા હતા  ત્યાંથી બંને ભાવી દંપતિએ દ્વારકા દર્શન કરવા જવાનું નકકી કર્યું હતુ.

ગઈકાલે સવારે ગોંડલથી ભાવી પતી હર્ષ પોતાની સાથે સગાઈ થયેલ છાયાબેન તેમજ બે અન્ય રિલેટીવને કારમાં જામનગરથી લઈ દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે ખંભાળીયાના લીંબડી ગામે ગાઢ ધુમ્મસને કારણે કારમાં  સવાર ચાર  વ્યકિત સાથે કાર નાલા નીચે ખાબકતા   કારમાં સવાર ભાવી દંપતિ છાયાબેન  ગોપાલભાઈ ગજેરા રહે નાગવદર અને હર્ષ દિલીપભાઈ  સોજીત્રા રહે ગોંડલના  ઘટને સ્થળે મોત થયા હતા જયારે અન્ય બે  વ્યકિતઓને ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજે છાયાબેનનો મૃતદેહ તેમના ગામ આવતા સમગ્ર ગામમાં શોકનું  વાતાવરણ  છવાઈ ગયું હતુ. તેમની નીકળેલી સ્મશાન યાત્રામાં પટેલ સમાજના આગેવાનો જોડાયા હતા મરણજ  જનાર છાયાબેનને એક ભાઈ હતો જયારે પિતા ગોપાલભાઈ ખેતીકામ કરી પરિવાર ચલાવી રહ્યા હતા છશયાબેનનું લગ્ ન પૂર્વે જ અવસાન થતા ગામમાં ભારે શોક છવાયો છે. આજે નાગવદર ગામે તેમનું બેસણું રાખેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.