Abtak Media Google News
  • કારમાં સવાર યુવકોનું ઘટના સ્થળે જ દમ તોડયો: ઘટના સીસી ટીવીમાં કેદ

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતો સતત વધતા જઈ રહ્યા છે  રોજબરોજ નાના મોટા અકસ્માતો વાહન ચાલકોના જીવ લેતા હોય છે ત્યારે  સુરેન્દ્રનગર જિલ્લામાં ગત મધ રાત્રી દરમિયાન માલવણ અમદાવાદ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નીપજયા છે મળતી વિગત અનુસાર   માલવણ અમદાવાદ હાઈવે ઉપર મોડી રાત્રે સજાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે..

માલવણ અમદાવાદ હાઇવે ઉપર આવેલા અદાણી ગેસ પંપ નજીક આ પ્રકારની અકસ્માતની ઘટના બની છે ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નીપજ્યા છે   ઘટના  સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે અને આ અંગે પોલીસે પણ તપાસ હાથ ધરી છે  અદાણી ગેસ પંપ નજીક આ પ્રકારની ઘટના બની હોવાના કારણે ત્યાં આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે એકત્રિત થઇ ગયા હતા.

ત્યારે આ અકસ્માત ટેન્કર પાછળ આઇ ટેવેન્ટી કાર ઘુસી જતા સર્જાયા હોવાનું બહાર આવ્યું છે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે આલ ટેવેન્ટી કાર પુર ઝડપે આવતી હતી તે દરમિયાન ટેન્કર પાછળ આ કાર ઘૂસી ગઈ છે અને કારમાં સવાર ત્રણ યુવકોના મોત નીપજ્યા છે જેમાં ગેડિયા ગામના યુવકો હોવાની પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે જેમાં વસીમ નામના યુવક સહિતના ત્રણ યુવકો હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ હાલમાં પોલીસ ઘટના સ્થળે આ તબક્કે તપાસ હાથ ધરી છે અને ત્રણેય યુવકોના મૃતદેહોને પીએમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.

આ ઘટના  ગેસ પંપ ના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે આ અંગે પોલીસને સમગ્ર વિગત મેળવી અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે અકસ્માત એટલો ગંભીર હતો કે કારની બોડી ચીરી ત્રણેય મૃતકોના મૃતદેહ  બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત થતાં હાઇવે ઉપર પણ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી ઉલ્લેખનીય છે કે આગળ જતા ટેન્કર પાછળ કાર ઘૂસી ગઈ હોય અને અકસ્માત સર્જાયા હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.