ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેકચરિંગ એસો.એ ચીફ કમિશનર મિલિંદ તોરવણોને આવેદન આપી પાપડ પર જીએસટી હટાવવા કરી રજૂઆત

ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ પાપડ મેન્યુ. એસો. અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા  ટેડર્સના  પ્રતિનિધિઓ જીએસટીના પ્રશ્ર્નો અંગે મિલિદ તોરવણે ચીફ કમિશનર અમદાવાદ ખાતે મુલાકાત કરી એક પ્રેઝન્ટેશન આપ્યું હતુ. જેમાં 48 મી જીએસટી કાઉન્સિલ મિટિંગમાં પાપડ ( ફ્રાંઇમ્સ ) ને 18 % દર નક્કી કરવામાં આવ્યો છે બાળકોને ભાવતી તથા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાપડ તરીકે ખાસ આનો ઉપયોગ કરે છે આ પ્રોડક્ટસ અંગે કમિશ્નર  સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

ગુજરાત વેટ 2007 માં એડવાન્સ રૂલીંગ દ્વારા 0 % 2011 માં એડવાન્સ રૂલીંગ દ્વારા 0 % 2015 માં ગુજરાત ટ્યુબિનલ દ્વારા 0 % 2016 ગુજરાતની ટ્યુબિનલ દ્વારા 0 % આ પ્રોડકટને પાપડ તરીકે ગણવામાં આવ્યું હતું 2017 માં જીએસટી આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા 2021 માં એપીલીયેટ ઓથોરિટી  દ્વારા 0 % કરવામાં આવ્યો હતો 2021 માં એડવાન્સ રોલિંગ ઓથોરિટી દ્વારા પણ પાપડ તરીકે 0 % નક્કી કરવામાં આવ્યો હતો  48 માં જીએસટી કાઉન્સિલ મિટિંગમાં આ પાપડ પ્રોડકટને 18 % દર કલોરીકેશન આપવામાં આવ્યું છે.તે અંગે સરકારને 0 % લઇ જવા માટે એક આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.

આ મિટિંગમાં ઓલ ઇન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રતિનિધિઓ  વિમલભાઈ બરડીયા , પીયુષભાઇ ડોબરીયા , રાજેશભાઇ છાજડ ,  વિપુલભાઇ ડોબરીયા ,  અજયભાઇ મહેશ્વરી , કમલેશભાઈ પટેલ , તેમજ સીએઆઈટી ના રાષ્ટ્રીય ચેરમેન  મહેન્દ્રભાઈ શાહ ગુજરાતના પ્રમુખ  પ્રમોદભાઈ ભગત અને ઓલ ઇન્ડિયા જીએસટી કમિટીના ચેરમેન  પૂનમબેન જોશી ચર્ચામાં જોડાયા હતા . વિસ્તૃત ચર્ચા કર્યા બાદ કમિશનર  એ જણાવ્યું હતું કે આ મુદ્દો જીએસટી કાઉન્સિલમાં ફરી ચર્ચા કરી વેપારીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરવા માટે ભરપુર પ્રયાસ કરવામાં આવશે એવ આશ્વાસન આપ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.