પી.એસ.આઈ.જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ લોકદબારમાં દાતા પરેશભાઈ વિરાણીનો સંકલ્પ
દામનગર ના ભીંગરાડ ગામ ખાતે મકરસંક્રાંતિ ના પાવન દિવસે લાઠી પી એસ આઈ ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો તેમાં દાતા પરિવાર ના મોભી જીવરાજભાઈ વિરાણી ના પુત્રરત્ન પરેશભાઈ વિરાણી નો સીસી ટીવી કેમેરા મુકાવી આપતો સંકલ્પ કર્યો મોડર્ન વિલેજ આદર્શ ગામ ભીંગરાડ ને ટેક્નોસેવી નેટવર્ક થી સુસજ્જ કરવા સલામતી માટે નેત્રમ સીસી ટીવી કેમેરા નો અનોખો સંકલ્પ ગ્રામવિકાસ માં ઉદારદિલ દાતા પરિવાર ની ઉદારતા એ ભૌતિક સુવિધા જન સુખાકારી માં ઉતરોતર વધારો કરતા રહ્યા છે જે સૌથી મોટી ખુશી ની વાત છે માણેકભાઈ લાઠીયા તેમજ અરવિંદભાઈ આણદાણી એ ભીંગરાડ ગામ ને ઉપનગર જેવી સુવિધા ઓ અર્પી છે.
લાઠી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ જાડેજા સાહેબ એ.એસ.આઈ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભીંગરાડ ગામ બનતા દાતા પરિવાર પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરાય હતી આ તકે ભીંગરાડ ગામ ના સીસીટીવી કેમેરા દાતા જીવરાજભાઈ વિરાણી વિજયભાઈ સોહલીયા માજી સરપંચ ઘનશ્યામભાઈ કાકડીયા ભરતભાઈ ધામી અરવિંદભાઈ લાઠીયા અશોકભાઈ ગજેરા ભરતભાઈ સોહલીયા કિશોરભાઈ આણદાણી સુરેશભાઈ માંગુકિયા નજીર મીઠાણી અજીતભાઈ (કાળુ) મીઠાણી કિશોરભાઈ મિસ્ત્રી સહિત ના ગ્રામજનો હાજર રહેલા હતા.