Abtak Media Google News

બલીનો બકરો હંમેશા નિર્દોષ જ હોય છે

ટેકનોલોજી અને આધૂનિક યુગમાં શિક્ષિત અને અભણ વર્ગ દવા અને દુઆમાં માને છે. શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની પાતળી ભેદ રેખાનો કેટલાક પાંખડીઓ દ્વારા ગેર લાભ લઇ પિડીતોને ખોટી માન્યતામાં ફસાવી રહ્યા છે. આર્થિક ફાયદો મેળવતા હોય છે. મહિતા પિડીતોની જાતીય સતામણી અને દુષ્કર્મ આચવાની કેટલીક શરમ જનક ઘટના અવાર નવાર પ્રકાશમાં આવે છે. આવા પાંખડીઓ દ્વારા જ બલી ચડાવવાની દુષપ્રેરણા આપતા હોય છે.

પરિવારમાં સુખ-શાંતિ અને આર્થિક સમૃધ્ધિ મેળવવાની ઘેલચ્છામાં અભણ જ નહી શિક્ષિત પરિવારો પણ ફસાતા હોય છે. અને પાંખડી ભુવા અને તાંત્રિકની વાતમાં આવી બરબાદ થયાની ઘટના અવાર નવાર બને છે. પરંતુ પોતે છેતરાયાની શરમ અનુભવતી વ્યક્તિઓ આવી અંધધ્ધાની વાત જાહેર ન કરી આર્થિક નુકસાની વેઢતા હોય છે. જીવતા સમાધિ લેવાની અને કમ્મર પૂજા કરી ઇશ્ર્વરને પસંદ કરવાની કેટલાક ચોકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે ટેકનોલોજીના યુગને પડકાર સમાન ઘટના બની રહે છે.

દેવી દેવતાઓને રિઝવવા માનવ બલી અને પશુનો ભોગ ધરવા પર
કાયદામાં પ્રતિબંધ પરંતુ કાયદો માનવીનું માનસ બદલી શકતો નથી

તાજેતરમાં જ કેરળ અને તાલાલાના ધાવા ગામે અતિ ક્રુરતા અને ઘાતકી રીતે માનવ બલી ચડાવવાની અંધશ્રધ્ધાની બનેલી ઘટનાથી સમાજમાં ખળભળાટ મચી ગયો છે. અંગત સ્વાર્થ અને અંધશ્રધ્ધાના કારણે હમેશા નિર્દોષ જ બલીનો બકરો બને છે. દેવી-દેવતાઓને રિઝવવા માનવ અથવા પશુનો ભોગ ધરવાનો કાયદામાં પ્રતિબંધ છે. કાયદો માનવીનું માનસ બદલી શકતું ન હોવાથી બલી પ્રથાની પંરપરા પાખંડીઓ દ્વારા ચલાવવામાં આવી છે. આવી ક્રુર અને ઘાતકી પરંપરાની પકડમાંથી સમાજ કયારે બહાર આવશે તેવા સવાલો થઇ રહ્યા છે.

સત્ય અને અસત્યના પારખા કરવા ધગઘગતા તેલમાં હાથ નાખવા, પરિવારની સુખ, સમૃધ્ધિ, સંપત્તી અને સંતાન પ્રાપ્ત માટે તાંત્રિક વિધી માટે નિર્દોષ જીવનો ભોગની અતિ ક્રુર અને ઘાતકી પંરપરા

બત્રીસ લક્ષણાની બલી ચડાવવાની પૌરાણિક ગ્રંથોમાં કલંકિત ઘટના જોવા મળે છે. સારા વરસાદ માટે, કુદરતી આફત અટકાવવા, યુધ્ધમાં વિજય મેળવવા, જીવલેણ મહામારીથી બચવા, સુખ, સંપતિ અને સંતાન પ્રાપ્તી માટે નિર્દોષ જીવની નિર્દય બની ક્રુરતાથી વિવિધ રીતે હત્યા કરવામાં આવે છે. અંધશ્રધ્ધા ફેલાવતા પાખંડી અને ઢોંગી નબળી માનસિક ધરાવનાઓને ભ્રમમાં નાખતા હોવાના કારણે નિર્દોષ જીવ ગુમાવી રહ્યા છે. આવા ઘાતકી બનાવો પ્રકાશમાં આવે છે ત્યારે સમગ્ર સમાજ ચોકી ઉઠે છે અને ભુલી જતા હોય છે.

શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદ રહ્યો છે. જેના કારણે જ ઢોંગી અને પાંખડીઓ અભણને જ નહી શિક્ષિતોને પણ ભ્રમ પેદા કરી સત્ય અને અસત્ય જાણવા ધગઘતા તેલમાં હાથ નાખવા, બીમારી દુર કરવા દોરા-ધાગા કરવા, ઇચ્છીત ફળ મેળવવા કમળ પૂજા કરવી, સર્પ કરડે એટલે સારવારના બદલે ભુવા પાસે નાગનું ઝેર ઉતારવા જવું, કમળાની બીમારીનો ઇલાજ કરવાના બદલે તાંત્રિક પાસે કમળો મંત્રાવવા દોડી જતા હોય છે. આવા સમયે પિડીતના પરિવાર પાંખડીને જ ભગવાન સમજતા હોવાના કારણે સ્વજનનો જીવ ગુમાવવાનો અને મહિલા સભ્યની ઢોંગીઓ જાતિય સતામણી કરવાની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવે છે. સમાજમા રહેલા આવા શૈતાનની શાન ઠેકાણે લાવવો સમય પાકી ગયો છે.

નાની-મોટી સમસ્યાના ઉકેલ લાવવા પુરૂષાર્થ કરવો, પભુ પાસે પાર્થના કરવાના બદલે અંધશ્રધ્ધામાં તાત્કાલિક ઇચ્છીત પરિણામ લાવવા પાંખડી ભુવા-ભારાડીઓ પર ભરોસો રાખી ચમત્કારીક શક્તિની વાતોમાં ફસાતા હોય છે. ઇશ્ર્વરી શક્તિ દ્વારા નાણાનો વરસાદ થવો, લાયકાત ન હોવા છતાં મોટી પદવી મેળવવાની લાયમાં લોકોની માનસિકતા અંધશ્રધ્ધામાં ફસાતા હોય છે.

કેરળમાં બે મહિલાની બલી ચડાવી શિક્ષિત દંપત્તીએ માનવ માસ આરોગ્યુ અને તાલાલાગીરના ધાવા ગામે સગા બાપે પોતાની પુત્રીનું વળગાડ કાઢવા કરેલા અત્યાચારની ઘટનાએ આધૂનિક અને ટેકનોલોજીના યુગને વિચાર કરતા કરી દીધા છે.

 

અંધશ્રધ્ધા દુર કરવા લોકોને જાગૃત કરવા જરૂરી: જયંત પંડયા

શિક્ષિત વર્ગ પણ અંધશ્રધ્ધામાં ગળા ડુબ: જીવ હિંસા કરવી અને મરણ મુડી ગુમાવવાની અનેક ઘટના

21મી સદીના કોમ્પ્યુટર-ડિઝિટલ યુગમાં શિક્ષિત વર્ગ પણ અંધશ્રધ્ધામાં માની રહ્યો છે. અંધશ્રધ્ધાના કારણે જીવ હિંસા અને ધન પ્રાપ્તી માટે અનેક પરિવાર મરણ મુડી ગુમાવી રહ્યા છે. અંધશ્રધ્ધાને જડમુળથી દુર કરવા માટે ગામડે ગામડે જાગૃતિ અભિયાન જરુરી હોવાનું વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ જણાવ્યું છે.

 

સેલવાસ: પૈસાનો વરસાદ કરવા અને મેલી વિદ્યામાં શક્તિશાળી બનવા બાળકીની બલી ચડાવી

સંધપ્રદેશ વિસ્તારમાં અંધશ્રદ્ધામાં ડૂબેલા ત્રણ આરોપીઓએ પૈસાનો વરસાદ કરવા અને મેલી વિદ્યામાં શક્તિશાળી બનવા માટે બાળકીની બલી ચડાવ્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી. જેમાં સાયલી ગામની 9 વર્ષીય બાળકી ચૈતા કોહલાનો સ્મશાન પાસેથી મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથધરી હતી. જેમાં પોલીસે પૈસાદાર બનવાની ઘેલછામાં પાગલ રમેશ ભાડિયા અને શૈલેષ કોહકેરા સહિત મેલી વિદ્યામાં અપાર શક્તિ મેળવવામાં મુગ્ધ સગીરવયના આરોપીની ધરપકડ કરી હતી. અંધશ્રદ્ધામાં ડૂબેલા ત્રણેય આરોપીઓએ પૈસા અને મેલી વિદ્યાની આડમાં આવીને માસુમ બાળકીને બલીએ ચડાવી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.