Abtak Media Google News

પાલિકાની બેદરકારીના કારણે વૃક્ષો બળીને ખાખ થયા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરની શોભા વધારવા માટે શહેરના મોતીપુરા ખેડ તસિયા રોડ ઉપર ડિવાઇડરમાં પામ ખજુરી નામના અંદાજે 21 જેટલા વૃક્ષો ચાર માસ અગાઉ વાવવામાં આવ્યા હતા પરંતુ હિંમતનગર નગરપાલિકાની બેદરકારીને કારણે   હાલ આ વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે

આ અંગે હિંમતનગર નગરપાલિકા બગીચા વિભાગના કર્મચારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હિંમતનગર શહેરની શોભા વધારવા માટે મોતીપુરા ખેડ તસિયા રોડ ઉપર પામ ખજૂરી નામના 21 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા

જેની કિંમત રૂ.2,32,000 હતી, નગરપાલિકાના ખર્ચે વાવવામાં આવેલા વૃક્ષો બળીને ખાખ થઈ જતા નગરપાલિકાની બેદરકારી સ્પષ્ટપણે જણાઈ આવે છે, એક વૃક્ષની કિંમત રૂ.11,000 હતી એમ 21 જેટલા વૃક્ષોના રૂપિયા અત્યારે પાણીમાં પડી ગયા હોય તેવું વૃક્ષ જોતા નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.