Abtak Media Google News

ટીવી,કબાટ અને બાઈકમાં તોડફોડ કરી પાંચ શખ્સોએ આતંક મચાવ્યો

મોરબી શહેરના વજેપર વિસ્તારમાં નજીવી બાબતે થયેલી માથાકૂટમાં પૌત્રને  ઝગડો કરી મારમારતા  વચ્ચે પડેલી  દાદી પર તલવાર વડે હુમલો કરી ટીવી,કબાટ અને બાઈકમાં   લોખંડના  પાઈપ વડે તોડફોડ કર્યાની પાડોશી સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

વધુ વિગત મુજબ મોરબી  વજેપર શેરી નં.23માં રહેતા ચંદુભાઈ બાબુભાઈ   થરેસાએ વજેપરમાં રહેતો કરશન લખમણ બાંભણીયા ગીરીશ નારણ કંજારીયા, દશરથ દેવજી વરાણીયા, વિષ્ણુ પ્રહલાદ ઠાકોર અને રાહુલ  રમેશ ધામેચા નામના શખ્સોએ વૃધ્ધા પર હુમલો     કરી મકાનમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ઘવાયેાલા કાળીબેન ચૌહાણના પૌત્ર સાથે કરશન લખમણ  બાંભણીયા નામના શખ્સે   ઝગડો કરી તમાચો ચોડી દેતા તેને બચાવવા પડેલા   કાળીબેન પર લોખંડના  પાઈપ અને  છરા વડે હુમલો કરી આંગળી કાપી નાખી અને અન્યો શખ્સોએ તલવાર વડે   મકાનમાં   રહેલા ટીવી,કબાટ અને બાઈકમાં તોડફોડ  કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યની ફરિયાદ નોંધાવી છે. પોલીસે  પાંચેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ  એસ.આઈ. પટેલ સહિતના  સ્ટાફ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.