Abtak Media Google News

બીજા લગ્ન બાદ પતિ ત્રાસ આપી મારકૂટ કરતો હોવાના આક્ષેપ સાથે પરિણીતા સિવિલમાં દાખલ

શહેરમાં મોરબી રોડ પર આવેલા સિલ્વર પાર્કમાં પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતાં પતિએ પત્નીને માર મારી ઘરમાં તોડફોડ કરી હતી અને પતિ છેલ્લા ચાર વર્ષથી ઘરમાં ધ્યાન નહીં આપી મારકુટ કરતો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં આવેલા સિલર પાર્કમાં રહેતી માયરાબેન ઈમરાન ઉર્ફે ઈમ્તિયાઝ રાઉમા નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે તેમના પતિ ઈમરાને સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. પરિણીતાને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે જાણ થતાં બી-ડીવીઝન પોલીસ મથનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં માયરાબેન રાઉમાના ચાર વર્ષ પૂર્વે ઈમરાન ઉર્ફે ઈમ્તિયાઝ રાઉમા સાથે બીજા લગ્ન કર્યા હતાં અને તેણીને આગલા ઘરની સાત વર્ષની પુત્રી છે. પતિ ઈમરાન રાઉમાને પરાઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી તે માયરાબેન રાઉમા સાથે નહીં હોવાનું અને અવારનવાર મારકુટ કરતો હોવાનો અને ગઈકાલે ઈમરાન રાઉમાએ ઘર અને મોબાઈલની તલાસી કરી પત્ની માયરાબેન રાઉમાને માર મારી ઘરમાં તોડફોડ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.