Abtak Media Google News

156 બોટલ દારૂ અને કાર મળી રૂ. 5.58 લાખનો મુદામાલ કબ્જે:  નાની મોલડીનો બુટલેગર ફરાર

 

રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર આવેલા  નાનીમોલડી ગામ નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતી રાજકોટની મહિલા સહિત બે શખ્સોની રૂ. 57 હજારની  કિંમતના  156 બોટલ દારૂ સાથે ધરપકડ કરી   રૂ. 5.58 લાખનો મુદામાલ કબ્જે કરી   નાશી છૂટેલા નાની મોલડીના બૂટલેગરની શોધખોળ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્ક શેરી  નં. 2માં રહેતો દિવ્યેશ ખોડીદાસ સાપરીયા અને  પી.ડી. માલવીયા કોલેજ પાસે શિવનગરમાં  રહેતી રાધીકાબેન રાકેશ ચૌહાણ સહિત બંને શખ્સ નાની મોલડી ગામે વિદેશી દારૂનો જથ્થો લેવા આવ્યો હોવાની ચોટીલા પોલીસને બાતમી મળી હતી.

પી.આઈ. જે.જે.જાડેજા સહિતના સ્ટાફે ગોઠવેલી  વોંચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં  નિકળેલી ક્રેટા કારને  અટકાવી તલાશી લેતા જેમાંથી રૂ. 57 હજારની કિંમતનો  157 બોટલ દારૂ સાથે મહિલા સહિત બંનેની ધરપકડ કરી કાર અને દારૂ મળી રૂ. 5.58 લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા બંને શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો નાની મોલડી ગામના જયરાજભાઈ  બાવકુભાઈ ધાધલ પાસેથી લાવ્યાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.