Abtak Media Google News

બે દિવસ પહેલા જ કપિલની ફિલ્મ ફિરંગીનું ટ્રેલરને રીલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર રીલીઝ થયા ને થોડા સમયમાં જ 1 કરોડથી પણ વઘુ લોકોએ તેને જોયું હતું. આજે ફિલ્મનુ પહેલું સોંગ “ઓય ફિરંગી” રીલીઝ કરવામાં આવ્યું છે.આ સોંગમાં કપિલ પોતાના કિરદારમાં જોવા મળી રહ્યા છે. અંગ્રેજ તરફથી મળતી નોકરીને લઈને તે ઘણા ખૂશ અને નોકરોની જેમ કામ કરવા છતાં તે મસ્તી કરતાં નજર આવી રહ્યા છે.આ સોંગને સુનિધિ ચોહાને પોતાનો અવાજ આપ્યો છે. સોંગનું સંગીત જીતેન્દ્ર શાહે આપ્યું છે. આ સોંગમાં કપિલ ઘણા દીપચસ્પ અંદાજમાં જોવા મળી રહ્યા છે. અંગ્રેજોના બુટ પોલીસ કરવાથી લઈને તેમના પગ દબાવા સુધીનું કામ કરતાં નજરે પડે છે.

Advertisement

કપિલનો શો બંઘ થયા બાદ તેમના ફેંસ ઘણી આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા છે. કપિલની આ ફિલ્મના ટ્રેલરના વખાણ અમિતાભ બચ્ચને પણ કર્યા હતા.આ ફિલ્મ 24 નવેમ્બરે રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.