Abtak Media Google News

રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેનનું નવું સોંગ રીલીઝ કરવામાં આવ્યું છે.સોંગના શબ્દ છે ઇતના સન્નતા ક્યૂ હે. સોંગને જોતાં જ તમને ખબર પડી જશે છે કે આ એક હોરર કોમેડી ફિલ્મ છે.

સોંગની શરૂઆતમાં જ રોહિત શેટ્ટીએ બતાવ્યુ છે કે આ ફિલ્મમાં પણ કાર સાથે એકસહન સિન્સ ઘણા હશે. સોંગની શરૂઆત પરિણીતી ચોપડા કરે છે. આ સોંગમાં એક ઝલક એ આત્મા ની પણ આવે છે જેના લીધે ગોલમાલ આગેનની કહાની બની છે.તબ્બુના ડાયલોગથી એ સાબિત થાય છે કે ઘરમાં એક આત્મા છે. સાથે જે ગીતના એક દ્રશ્યથી એ પણ ખબર પડી જાય છે કે આ ફિલ્મમાં પણ તુષાર કપૂરનું કિરદાર ન બોલી શકે તેવું જ છે.

આ ફિલ્મ સાથે જે ઘણા ગોલમાલ કરવાની ની છે. બસ થોડા જ સમય બાદ આ ફિલ્મ રીલીઝ થવાની છે. ગોલમાલ એ બોલિવુડની પહેલી ફિલ્મ છે જેની ચોથી સીરિઝ બની રહી છે. આ ફિલ્મમાં અજય દેવગન,અરશદ વારશી, તુષાર કપૂર,કુણાલ ખેમું,શ્રેયસ તલપડે,પરિણીતી ચોપડા,તબ્બુ મુખ્ય ભૂમિકામાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.