Abtak Media Google News

કોમેડી કિંગ કપિલ શર્માનો આજ કલ ઘણો ખરાબ સમય ચાલી રહ્યો છે.એક તરફ તેમનો અને સુનિલ ગ્રોવારનો ઝઘડાના કારણે તેમના બનાવેલા કરિયરમાં પાણી ફરી ગયું ત્યારે બીજી બાજુ તેમનો સફળ શો “ધ કપિલ શર્મા શો” તેમની ખરાબ તબિયતના કારણે બંધ થઈ ગયો પરંતુ ખબરો અનુસાર કપિલના પાછા આ શોને લઈને આવના ઘણા પોઝિટિવ ન્યૂઝ છે. એટલું જ નહીં તે ઘણા સમયથી પોતાની બીજી ફિલ્મ “ફિરંગી” પર કામ કરી રહ્યા છે. ત્યારે કપિલની આ ફિલમુ મોશન પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે.આ ફિલ્મ 24 નવેમ્બરે રીલીઝ થવાની છે.

કપિલે બે વર્ષ પહેલા અબ્બાસ મસ્તાનની ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરુંથી બૉલીવુડમાં ડેબ્યું કર્યું હતું.આ ફિલ્મ કપિલના પ્રોડકશનમાં બની છે. આ ફિલ્મથી કપિલને ઘણી ઉમ્મીદ છે.ફિલ્મમાં કપિલ સાથે મોનિકા ગિલ અને ઈશિતા દત્તા નજર આવશે.ફિલ્મના પોસ્ટરને જોતાં એવું લાગી રહ્યું છે કે ફિલ્મી કહાની આઝાદી પહેલાની હશે.ફિલ્મ કપિલનો કિરદાર એક નાના ગામમાઠી આવેલા છોકરનો છે જે એક એનઆરઆઇ છોકરીના પ્રેમમાં પડે છે. આ ફિલ્મને કપિલના મિત્ર રાજીવ ધિંગરાએ ડાયરેક્ટ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.