Abtak Media Google News

તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપથી અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોનાં મોત થયા છે. ત્રણ મોટા ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં ભારે તબાહી સર્જાઈ છે. રિક્ટર સ્કેલ પર 7.8, 7.6 અને 6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જે બાદ ચારેકોર લાશોના ઢગલાં જોવા મળી રહ્યા છે. એટલુંજ નહીં તુર્કી અને સીરિયાના 10 થી વધુ શહેરો સંપૂર્ણ ધરાશય થઈ ચૂક્યા છે અને હજારો લોકો દટાઈ ગયા છે ત્યારે મોતનો આંકડો હજુ પણ વધી શકે તો નવાઈ નહીં. પ્રાપ્ત માહિતી મુજબ 17,000 થી વધુ મકાનો ધરાશે થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે અને જે કાટમાળ જોવા મળ્યો છે તેમાં પણ હજારોની સંખ્યામાં લોકો દટાયેલા છે જે આંકડો હજુ પણ વધી શકે છે.

Screenshot 7 8

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હજારો લોકો ઘાયલ થયા છે અને કાટમાળ નીચે ફસાયેલા પોતાના લોકોને શોધી રહ્યા છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ રાહત સામગ્રી રવાના કરી દીધી છે. ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે તુર્કીમાં ભૂકંપથી 2921 અને સીરિયામાં 1444 લોકોનો મોત થઈ ચૂક્યા છે. માનવમાં આવી રહ્યું છે કે, આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. અન્ય કોઈપણ નુકસાનની ભરપાઈ સરળતાથી થઈ શકે છે પરંતુ જે માનવ નુકસાન અને જે માનવ મોટો નીપજ્યા છે તેની ભરપાઈ કરવી અશક્ય છે.

2023 Turkey Earthquake Damage

ભૂકંપના કારણે બંને દેશોનો મૃત્યુઆંક 20 હજાર સુધી પહોંચી શકે છે. સંગઠનના એક સિનિયર ઈમરજન્સી ઓફિસર કૈથરીન સ્મોલવુડનું માનીએ તો હજુ સુધી તબાહીની તસવીરો સામે આવી નથી અને શરુઆતી આંકડાઓની સરખામણીમાં એ આઠ ગણો હોઈ શકે છે.વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, ત્રણ મોટા ઝટકા બાદ અહીં 100થી પણ વધુ ઝટકા આવી ચૂક્યા છે. આખા વિશ્વએ તુર્કી અને સીરિયા માટે રાહત સામગ્રી મોકલવાનું શરુ કરી દીધું છે. ભારત સિવાય યુકે, યુરોપિયન યૂનિયન, રશિયા, અમેરિકા, જોર્ડન, મેક્સિકો, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ તુર્કીની મદદ માટે પોતાનો હાથ આગળ કર્યો છે. ભૂકંપના પગલે અહીં પુરજોશમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. કાટમાળ નીચે દટાયેલા અત્યાર સુધીમાં 2470 લોકોને બચાવાયા છે, પરંતુ હજુ પણ હજારો લોકો કાટમાળમાં ફસાયેલા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે તુર્કીમાં અનકે ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સતત ભૂકંપોના કારણે ત્યાંના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.

ઇન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાના ભૂકંપે તારાજા સર્જી, 150 લોકોના મોત નિપજ્યા 

તુર્કી અને સીરિયા બાદ ઇન્ડોનેશિયામાં પણ 5.6 ની તીવ્રતા વાળો ભૂકંપ આવતા તારાજા સર્જાય છે અને બિલ્ડીંગ ધરસાય થઈ જતા 160 જેટલા લોકોના મૃત્યુ પણ નીપજયા છે ત્યારે કહેવામાં આવે તો હાલ જે ઈન્ડોનેશિયામાં ભૂકંપ આવ્યો છે તે સૌથી પણ છે. જગનોનું માનવું છે કે આ પ્રકારનું ભૂકંપ કોઈપણ પ્રકારની વધુ નુકસાની સર્જતું નથી પરંતુ જે તળાજા ઈન્ડોનેશિયામાં સર્જાય છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે જગ્યાએ ભૂકંપનું એપી સેન્ટર હતું તેનું ડિસ્ટન્સ, જે તે જમીનની માટી અને જે બિલ્ડીંગનું ચણતર કરવામાં આવ્યું હોય તે અત્યંત કારણભૂત સાબિત થતું હોય છે નુકસાની માટે. ઈન્ડોનેશિયામાં પણ સમયાંતરે ભૂકંપના આજકા આવતા હોય છે પરંતુ હાલ જે 5.6 ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો તેનાથી જનજીવન અત્યંત પ્રભાવિત થઈ ચૂક્યું છે.

કેલિફોર્નિયા અને ન્યુયોર્કમાં પણ ભૂકંપ આવ્યો, 40 વર્ષમાં સૌથી ભયાવહ 

કેલિફોર્નિયા અને ન્યૂયોર્કમાં પણ ભૂકંપના આજકા જોવા મળ્યા હતા જેમાં કેલિફોર્નિયામાં 6.4 તો ન્યૂયોર્કમાં 3.4 નો ભૂકંપ લોકોના જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. સિસ્મોલોજીસ્ટ નું માનવું છે કે ન્યૂયોર્કમાં જે 3.4 નો હુકમ આવ્યો તે 40 વર્ષમાં સૌથી વધુ ભયાનક છે. ન્યૂયોર્કમાં કોઈપણ જાનહાની હાલ સર્જાય નથી પરંતુ કેલિફોર્નિયાની વાત કરવામાં આવે તો બે લોકોના મોત નીપજ્યા છે અને એક ડઝનથી વધુ લોકો એજાગ્રસ્ત થયા છે જેમને મેડિકલ સારવાર આપવાની શરૂ કરી દેવાય છે. કેલિફોર્નિયામાં ઘરની સાતો સાત રોડ રસ્તાને પણ ઘણી અસર પહોંચી છે. કેલિફોર્નિયામાં આવેલા ભૂકંપથી બે ડઝનથી વધુ ઘરો સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત થયા છે અને હાલ ટેલિફોર્નિયામાં ઉર્જા વગર જ લોકો પોતાનું જીવન વિતાવી રહ્યા છે. વિશ્વમાં જે રીતે ભૂકંપના અચકાઓ આવે છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે ધરા એટલે કે જમીનની જે પ્લેટ છે તે સતત ખસી રહી છે અને પરિણામે ભૂકંપના આજકાલનો સામનો કરવામાં આવી રહ્યો છે.

તુર્કીમાં સર્જાયેલી તબાહિતી લોકોને ઉગારવા ભારતે સહાય પુરી પાડી !!!

ભૂકંપની તબાહીમાં ધ્વસ્ત થયેલા તુર્કી અને સીરિયાને મદદ કરવા માટે ભારતે ઉદારતા દાખવી મદદનો હાથ લંબાવ્યો છે. કેન્દ્ર સરકારની ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલા નિર્ણયને અનુરૂપ તુર્કીને મદદ કરવા માટે એન્ડીઆરએફ અને તબીબી ટીમોને તુર્કી સરકાર સાથે સંકલન કરીને રાહત સામગ્રી સાથે મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. 100 કર્મચારીઓની બનેલી બે એનડીઆરએફ ટીમો સ્પેશિયલ રેસ્ક્યુ ટીમમાં ટ્રેઇન્ડ ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં જવા માટે રવાના થઈ ગયા છે. તબીબી ટીમો પણ જરૂરી દવાઓ સાથે પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ સાથે રવાના થશે. એટલુંજ નહીં જે પ્રથમ કંસાઇનમેન્ટ તરકી ખાતે મોકલવામાં આવ્યું તેમાં એડવાન્સ ડ્રીલીંગ ઈક્વિપમેન્ટ અને અન્ય ઓજારોને પણ સાથે લઈ જવામાં આવ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.