Abtak Media Google News
 હાલ સ્વાસ્થ્યને લઈને સજાગ લોકોમાં ધાન્ય પાકોનો ક્રેઝ વધ્યો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પેકેજડ ફૂડમાં ધાન્યનો વપરાશ વધારવા આતુર બની છે. આ કંપનીઓ બિસ્કિટ, ચોકલેટ, નુડલ્સ અને બિયર સહિતની પ્રોડક્ટમાં સ્વાસ્થ્ય માટે જડીબુટી સમાન બાજરી, જુવાર, નાગલી, રાગીનો ઉપયોગ કરવાની તૈયારીઓ કરી રહી છે
 નેસ્લે, આઈટીસી, બ્રિટાનિયા, એચયુએલ, ટાટા કન્ઝ્યુમર, બીરા 91 અને સ્લર્પ ફાર્મ સહિતની મોટી કંપનીઓ ધાન્ય આધારિત પેકેજ્ડ ફૂડ્સ, બીયર અને રેસ્ટોરન્ટ મેનૂ રજૂ કરવા અથવા તેનો ઉપયોગ વધારવા માટે મહત્વાકાંક્ષી યોજનાઓ બનાવી રહી છે.  ભારતને બાજરી માટે વૈશ્વિક હબ બનાવવા અંગે કેન્દ્રની તાજેતરની જાહેરાત હાલ સફળતાની દિશામાં છે.
ભારતની સૌથી મોટી બિસ્કીટ ઉત્પાદક બ્રિટાનિયા કંપનીના અધિકારી સુધીર નેમાએ જણાવ્યું હતું બ્રિટાનિયા ન્યુટ્રીચોઈસ બિસ્કીટ બ્રાન્ડ હેઠળ બાજરી, ઓટ્સ સાથેના પેકેજ્ડ ફૂડ બનાવે છે, તે બાજરીનો ઉપયોગ વધારવા માટે ખેડૂત, મિલરો અને સરકારી સંસ્થાઓ સાથે વાતચીત કરી રહી છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે તાજેતરમાં જણાવ્યું હતું કે આ વર્ષે બાજરી સહિતના ધાન્ય પાકોને એક મિશન-મોડમાં પ્રોત્સાહન આપવામાં આવશે.
 બીયર નિર્માતા બીરા 91 ના ચીફ એક્ઝિક્યુટિવ અંકુર જૈને જણાવ્યું હતું કે અમે બીયરમાં સ્થાનિક બાજરી નો ઉપયોગ કર્યો છે. અમે હવે રાગીનો ઉપયોગ કરીને પણ બિયર બનાવી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે કંપનીએ ગયા મહિને તેના ટેપ્રૂમ્સમાં બાજરીની બીયર લોન્ચ કરી હતી,
 ભારતની સૌથી મોટી પેકેજ્ડ ફૂડ ઉત્પાદક નેસ્લે, જે મેગી નૂડલ્સ અને કિટકેટ ચોકલેટ બનાવે છે, તેના ખાદ્યપદાર્થોમાં સુપર ગ્રેન્સને એકીકૃત કરવા માટે પહેલેથી જ કરાર કરી ચૂકી છે.  નેસ્લે આરએન્ડડી સેન્ટર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્વિસ ફૂડ ઉત્પાદકની પેરેન્ટ કંપની નેસ્લે એસએની પેટાકંપની, મિલટ્સ ઇન્ક્યુબેટર સ્ટાર્ટઅપ ન્યુટ્રિહબ,ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ્સ રિસર્ચ અને નેસ્લેના આરએન્ડડી સેન્ટર વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
એપ્રિલ 2018 માં, બાજરીને પોષક અનાજ તરીકે ફરીથી બ્રાન્ડેડ કરવામાં આવી હતી અને સરકારે તેને બાજરીનું રાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું હતું, જ્યારે વર્ષ 2023 ને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, ભારત સરકારે જાહેરાત કરી હતી કે તે  ભારતને બાજરીનું વૈશ્વિક હબ બનાવવા માંગે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.