Abtak Media Google News

સતત 18 કલાક સુધી 28 હજાર ફિટે ઉડી શકશે : ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અત્યંત ઉપયોગી નીવડશે !!!

કેન્દ્ર સરકાર હાલ દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફનું પ્રયાણ હાથ ધરી રહ્યું છે. ત્યારે સરકારનું માનવું છે કે, સરક્ષણ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર બને અને એડવાન્સ ટેકનોલોજી સાથે તાલમેલ મેળવે. ત્યારે આ વાતને ધ્યાને લઇ ડીઆરડીઓ દ્વારા બનાવામાં આવેલા તપસ-બીએચ દ્વારા 18 કિલોમીટરની સફર પૂર્ણ કરી છે. અને તે 28 હજાર ફીટની ઉંચાઈએ ઉડસે. આ ડ્રોન ઇન્ટેલિજન્સની સાથે સર્વેલન્સ અને ટાર્ગેટ એકવીઝીસન સહિતની કામગીરી સહજતાથી કરી શકશે.

ડીઆરડીઓએ ‘તપસ’ ડ્રોનનું 18 કલાકનું ઉડાન પરીક્ષણ પુરુ કરી લીધું છે. આ ડ્રોનનું ચિત્ર દુર્ગમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં પાયલોટ વિનાના વિમાનના વિકાસમાં આ ‘તપસ’ ડ્રોન માઈલસ્ટોન સાબીત થઈ જશે. ભારત પોતાની સૈન્ય તાકાત સતત વધારી રહ્યું છે. તેમાં હવે તપસનું નામ ઉમેરાઈ ગયું છે, જે એક માનવ રહિત અત્યાધુનિક વિમાન છે અને પ્લેનની માફક કાર્ય કરશે. એડીઈએ તેને અમેરિકાના જનરલ એટોમિકસ એમકયુ-1 પ્રીડેટર ડ્રોનની તર્જ પર બનાવ્યું છે. ‘તપસ’- બીએચ-201એ વર્ષ 2016માં કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં બેંગ્લુરુથી બે કિલોમીટર દૂર ચલ્લકેરેમાં પ્રથમ ઉડાન ભરી હતી.

આ ડ્રોન-માનવ રહિત વિમાન 300 કિલોગ્રામના પેલોડ સાથે ઉડાન ભરી શકે છે. તપસ ડ્રોનમાં ડીઆરડીઓના વ્હીકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીસમેન્ટના બનાવેલા સ્વદેશી એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્વદેશી એન્જીન તપસ ડ્રોનને 130 કિલોવોટની તાકાત આપશે એટલુંજ નહીં 300 કિલોગ્રામ સુધીના શસ્ત્રસરંજામને પણ સાથે રાખી ઉડાન ભરી શકશે. તપસની મહત્તમ સ્પીડ 225 કિલોમીટર પ્રતિ કલાકની છે.

આ સિવાય આ ડ્રોન દર કલાકે 225 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે. આ ડ્રોન 28 હજાર ફુટની ઉંચાઈ પર 18 કલાક રહી શકે છે. તપસ વિદેશથી ખરીદવામાં આવતા ડ્રોનથી લગભગ આઠ ગણું સસ્તું હોય છે. ત્રણ સેનાઓએ મળીને 76 તપસ ડ્રોનની માંગ કરી છે. જેમાંથી 60 ભારતીય સેના પાસે જશે. 12 ભારતીય એરફોર્સ અને 4 ડ્રોન ભારતીય નૌસેનાને મોકલાશે. આવતા વર્ષના અંતમાં આ ડ્રોન ત્રણેય સેનાઓને મળી જાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ભારત પાસે જે ડોન છે તેમાં વિદેશી એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સંપૂર્ણ 40 થી 45 કરોડ રૂપિયામાં મિશન સેન્સર સાથે ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.